જુનાગઢ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી રૂ. ર.૭૦ લાખનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો સી ડીવીઝન પોલીસનો સપાટો
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૫: રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટી માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજા જુનાગઢ વિભાગ તથા સી ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.પી.જે.બોદરને ખાનગી રાહે હકિકત મળેલ કે જુનાગઢ ગાંધીગ્રામ સિંધી સોસાયટી મેઇન રોડ ઉપર રહેતો બીજલ કારાભાઇ કોડીયાતર રબારી પોતાના કબ્જા ભોગવટાના મકાને પરપ્રાંત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે. તેવી હકીકત મળતા સદરહું જગ્યાએ રેઇડ કરતા રહેણાંક મકાનમાં તપાસ કરતા ડેલા સામે એક ઢાળીયુ આવેલ તેની બાજુમાં એક મકાન બનતું હોય જેની ખુરશી ભરેલ જેથી બાજુમાં ગલીમાં કપડુ ઢાંકેલ હોય જેથી કપડુ હટાવી જોતા તેની નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની દારૂની કુલ પેટી નંગ-પ૧ કુલ બોટલ નંગ ૬૧ર કુલ કિ. રૂ. ર,૫૮,૦૦૦નો તથા બીયરની પેટી નંગ પ બીયર ટીન નંગ ૧ર૦ કિ. રૂ. ૧ર,૦૦૦ નો મળી કુલ કિ. રૂ. ર,૭૦,૦૦૦ નો મુદામાલ મળી આવી આ રેઇડ દરમ્યાન સ્થળ ઉપર આરોપી હાજર નહી મળી આવી જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજી કરી કરવામાં આવેલ.
બીજલભાઇ કારાભાઇ કોડીયાતર રબારી રહે. જુનાગઢ ગાંધીગ્રામ સીંધી સોસાયટી મેઇન રોડ ડો.વ્યાસ દવાખાના સામે ફરાર થઇ ગયેલ છે.
આ કામગીરીમાં જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. શ્રી પી.જે.બોદર તથા એ.એસ.આઇ. એન.વી.રામ તથા પો.હેડ કોન્સ. એમ.બી.મકવાણા, કે.એન.જોગીયા તથા પો.કોન્સ. સંજયભાઇ સીસોદીયા, ગોવિંદભાઇ પરમાર, ચેતનસિંહ સોલંકી, કરણસિંહ ઝણકાંત, રોહીતભાઇ ધાધલ, અમરાભાઇ ભીંટ, ભાવીકભાઇ કોદાવાલા, ભગવાનજીભાઇ વાઢીયા, મહિલા પોલીસ પ્રિયંકાબેન બલદાણીયા, ડ્રા. પો.કોન્સ. મહેશભાઇ ઝીલડીયા વિગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.