સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th April 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોના રફતાર તેજઃ બેડ ફુલ

ઓકિસજન અને બેડની અછત સર્જાતા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ હેરાનઃ ખંભાળીયા સરકારી હોસ્પિટલમાં સ્ટાફની ભારે અછત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧પ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનામાં દિન પ્રતિદિન રફતાર તેજ થતી જાય છે. ત્યારે હાલનું છેલ્લા બે દિવસનું ચિત્ર ભયંકર પરિસ્થિતિ જોવા મળી રહી છે.  હાલ સરકારી હોસ્પિટલમાં ૧૮૦ બેડ છે. તેમાંથી ૧૧૦ જેટલા બેડ ભરેલા છે. જેમાં ૭૦ બેડ ઓકિસજન વાળા છે તે પણ ફુલ છે. ર૦ બેડ વેન્ટીલેટર વાળા છે. તે પણ ફુલ છે. હાલ સરકારી હોસ્પિટલમાં પણ ઓકિસજન અને વેન્ટીલેટર જેવા ગંભીર દર્દીઓને દાખલ કરાતાં નથી અને જામનગર મોકલી દેવામાં આવે છે.

બેડ ખાલી છે પરંતુ ઓકિસજનની સીસ્ટમ કાર્યરત ન હોવાના કારણે સીવીલ હોસ્પિટલમાં અત્યંત ભયજનક પરિસ્થિતી ઉભી થવા પામી છે. જયારે ખંભાળીયાની નાની-મોટી ખાનગી તમામ હોસ્પીટલોમાં ઇન્ડોર દર્ર્ર્દીઓને સંખ્યા ફુલ થઇ જતાં લોકો સારવારની વેઇટીંગમાં રાહ જોઇ રહયાં છે. આ ઉપરાંત દ્વારકા તાલુકામાં અને મીઠાપુરમાં પણ ર૦-ર૦ જેટલા બેડ ઉભા કરવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

ગંભીર પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર ડો. મીના ખંભાળીયાની સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં. કેટલીક જરૂરી માહિતી મેળવી સુપ્રિન્ટેડેન્ટ ડો. હરેશ મટાણી તથા આરએમઓ ડો. કનારા સહિતના સ્ટાફ સાથે મીટીંગ યોજી આગળું પ્લાનીંગ તાબડતોબ કરી ઓકિસજન બેડ વધારવા સહિતની કેટલીક સુવિધાઓ ઉભી કરવા આદેશ આપ્યા હતાં. હાલ દ્વારકા જીલ્લામાં પણ રાજકોટ, જામનગરની જેમ કોરોનાએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યુ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવા માટે વેઇટીંગ સીસ્ટમ જોવા મળી રહી છે. અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છીક લોકડાઉન તરફ પણ વળી ચુકયા છે. હાલ તો ર૪ કલાક દરમિયાન સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૪ થી પ દર્દીઓના મોત થઇ રહ્યા છે. જિલ્લામાં એક તબકકે કેટલાક કરૂણ બનાવમાં જામનગરથી અંતિકક્રિયા માટે ખંભાળીયા સ્મશાન તરફ આવી રહ્યા છે.

હાલ ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં ડોકટરો અને સ્ટાફની પણ ભયંકર અછત સર્જાતા જામનગરથી ૧૦ એમબીબીએસ ડોકટરો સહિતની ટીમ ખંભાળીયા હોસ્પિટલે મુકવામાં આવી છે.

હાલ કોરોનાએ દ્વારકા જિલ્લામાં અત્યંત ગંભીર અને બિહામણું ચિત્ર ઉભું કર્યુ છે.

દ્વારકા જિલ્લામાં ગઇકાલે સરકારના આદેશ બાદ એક બે દિવસમાં આરટીપીસીઆર લેબ ઉભી કરી આરટીપીસીઆર ટેસ્ટ અહીં જ કરવામાં આવે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલ ઓકિસજનની કપરી પરિસ્થિત અને બેડની પણ અછતે લોકોને ભારે ભયમાં મુકી દીધા છે.

ખાસ કરીને દ્વારકા જિલ્લાનાં ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ અતિ રૌદ્ર રૂપ ધારણ કર્યુ હોય તેમ દિન પ્રતિદીન મોટાભાગના કેસ આ વિસ્તારમાંથી જ જોવા મળી રહ્યા છે.

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧પ :. હાલ દ્વારકા જિલ્લામાં ધનવતંરી રથ દ્વારા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવે છે પરંતુ તેમાં પોઝીટીવ કેસ જે તે વિસ્તારમાં આવે છે તેને કડક રીતે તેમના ઘર સીલ અને કવોરન્ટાઇન કરવામાં તંત્રની ઘોર બેદરકારીના કારણે પોઝીટીવ કેસની સંખ્યા વધી રહી છે. અને લોકો આડેધડ આટા મારતા જોવા મળી રહ્યાં છે.

(12:56 pm IST)