સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th April 2021

કેશોદ પ્રેસ કલબ દ્વારા ચકલીનાં માળા અને પાણીના કુંડાનું વિતરણ

કેશોદ,તા. ૧૫:  શહેરના ચારચોક વિસ્તારમાં પ્રેસ કલબ દ્વારા ચકલીનાં માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગ્લોબલ વોર્મિંગ અને મોબાઇલ ટાવરના કિરથી ચકલીઓની ચીચીયારીઓ સ્મરણ બની ગયેલછે. ત્યારે ચકલીઓ બચાવવાનાં અભિયાન અંતર્ગત વિનામૂલ્યે ચકલીઓનાં માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદ પ્રેસ કલબનાં પ્રમુખ ગોવિંદ હડિયા ઉપ પ્રમુખ ચેતન પરમાર (સીકે) મંત્રી જય વિરાણી, રાજુભાઈ પંડ્યા, અશોકભાઈ રેણુંકા, જગદિશ યાદવ, કિશોરભાઈ દેવાણી સહિતના પ્રેસ કલબના હોદ્દેદારો સભ્યો તથા કમલેશ જોષી, દિનેશ મહીડ ,નરેશ રાવલીયા, શોભના બાલસ સહીત પત્રકાર મિત્રો પણ હાજર રહ્યા હતાં કેશોદના શહેરીજનોએ પણ અનેરો ઉત્સાહ દાખવ્યો હતો. માત્ર બે કલાકમાં જ એક હજાર માળા અને પાંચસો પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું.

કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપલીયા, ડીવાયએસપી જે. બી. ગઢવી, અશ્વિનભાઈ ખટારીયા, સમીરભાઈ પાંચાણી, બિજલભાઈ સોંદરવા, પ્રવિણભાઈ ભાલારા, કાનભાઈ ઠુંમર, હમીરભાઈ ભેડા સહીતના દાતાશ્રીઓને વરદ હસ્તે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ શુભારંભ કરવામાં આવ્યો હતો.

ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહીતના તમામ રાજકિય પક્ષોના હોદેદારો સામાજીક કાર્યકરો સહિત શહેરના આગેવાનો હાજર રહીને કેશોદ પ્રેસ કલબનાં કાર્યને બિરદાવ્યું હતું અને દાતાશ્રોએ પણ ઉદાર હાથે તન મન ધનથી સાથ સહકાર આપ્યો હતો.

કેશોદ પ્રેસ કલબ દ્વારા કેશોદ શહેરમાં સામાજિક પ્રવૃત્ત્િ।ઓ નિયમિત કરવામાં આવતી હોય છે, જેનાં કારણે કેશોદ પ્રેસ કલબે એક અલગ પ્રકારની પ્રતિષ્ઠા ઉભી કરીછે સમાજ સેવા સાથે સામાજીક પ્રવૃત્ત્િ।ના કાર્યક્રમોના આયોજનથી તાલુકાની સામાજિક સંંસ્થાઓ અને લોકો કેશોદ પ્રેસ કલબની ટીમને બિરદાવી રહયા છે.

(12:55 pm IST)