સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th April 2021

જામજોધપુરમાં ચાર દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય

મેડિકલ અને આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે

જામનગરના જામજોધપુરમાં ચાર દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. નપા અને સમાજિક આગેવાનોએ વેપારીઓ સાથે મળીને મેડિકલ અને આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે

(12:46 pm IST)