સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th April 2021

કોટડા સાંગાણી તાલુકામાં અરડોઇ ગામમાં સ્વયંભુ લોકડાઉન

(બશીર બાંગા દ્વારા) કોટડા સાંગાણી તા. ૧પ : હાલમાં  ચાલી રહેલા કોરોના મહામારીના કારણે અરડોઇ ગામમાં ગ્રામ પંચાયત અને ગામના લોકો દ્વારા અરડોઇ ગામમાં સ્વયંભુ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમજ જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓ માટે દુકાન સવારના ૬ થી ૯ તથા પ થી ૯ સુધી દુકાનો ખુલી રહેશે.

જો આ નિયમનું પાલન નહિં. કરવામાં આવે તો રૂ. ૧૦૦૦ સુધી દંડ ગ્રામ પંચાયત દ્વારા વસૂલ કરવામાં આવશે. અને તમામ વ્યકિતએ માસ્ક પહેરવું ફરજીયાત છે અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.

(11:43 am IST)