સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th April 2021

મોટી પાનેલી નિવૃત ફોજી જવાન કોરોના સામે જિંદગીનો જંગ હારતા ગામમાં અરેરાટી

(અતુલ ચગ દ્વારા )મોટી પાનેલી :  ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં કોરોનાએ હાહાકાર મચાવેલ છે ગામમાં ત્રીસથી પચાસ જેટલાં કેસ હોવાનું સૂત્રો જણાવે છે વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં લઈને તંત્ર સહીત ગ્રામપંચાયત તેમજ ગામ આગેવાનો હરકતમાં આવેલ છે ગામમાં દવાનો છટકાવ સાફ સફાઈ સહીતની કાર્યવાહીનો પ્રારંભ કરાયેલ છે સાથેજ તાત્કાલિક ધોરણે કોરોનટાઇન સેન્ટર પણ ઉભું કરાયું છે ગામને ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉન પણ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે જ દુઃખદ સમાચારથી ગ્રામજનો હેબતાઈ ગયા નિવૃત ફોજી જવાન જેન્તીભાઇ નથુભાઈ પીપરોતર ઉ.વ.૫૨ કે જે છેલ્લા આઠ દિવસ થી કોરોના પોઝેટીવ હોય પોરબંદરની હોસ્પિટલમાં દાખલ થયેલ જયાં અચાનક જ તેમની તબિયત બગડતા બુધવારે વહેલી સવારે ફોજી જવાન કોરોના સામેનો જંગ હારી ગયેલ દેશની રક્ષા કાજે દુશ્મનનોની ગોળી સામી છાતીએ ઝીલનાર ફોજી જવાન આમ કોરોના સામેનો જંગ હારી જતા પાનેલી ગામમાં ભારે હડકંપ મચી ગયેલ છે માત્ર બાવન વર્ષની ઉંમરે આશાસ્પદ વ્યકિતની વસમી વિદાયથી ગામમાં ગમગીની છવાયેલ છે નિવૃત ફોજી જવાનને પરિવારમાં પત્ની સહીત બે બાળકો સાથે મોટાભાઈનો પરિવાર ભારે કલ્પાત કરતો જોવા મળેલ છેપરિવારના આધાર સ્તંભનું આમ અચાનક અવસાન થતા બાળકોનો કલ્પાંત અને પરિવાર પર આવેલ મુસીબતમાં સાંત્વના ઓછી પડતી હતી.

(11:38 am IST)