સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th April 2021

વાંકાનેરમાં બે દિ'માં નવ મોત

વાંકાનેર પંથકમાં મિશ્ર ઋતુના માહોલે ઘેર ઘરે તાવના દર્દીઓ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૧૫: ગઇ કાલે સિવિલ હોસ્પિટલ-રાજકોટ ખાતે વાંકાનેરના બે કોવિડ દર્દીઓએ દમ છોડ્યો હતો. જેમાં વાંકાનેરના મુશરફઅલી સૈયદ કે જેઓ તા.પ.ંના પૂર્વ સદસ્ય હતા. તથા હાલના ધારાસભ્ય જાવેદ પીરઝાદોના તેઓ ભાણેજ થતા હતા જ્યારે વ્હોરા સમાજના હાર્ડવેર મર્ચન્ટ મર્હુમ જૈનુદ્દીન ગુલામ હુશેનના ધર્મપત્નિ રશીદાબેન સામેલ છે. તેમજ વાંકાનેર અલંકાર હોટલવાળા અકબરભાઇના ધર્મપત્નિ શમીમબેન કે જેઓ ગ્રીન હેર ડ્રેસરવાળાના ભત્રીજી થતા હતા. તેઓનું પણ ઓચિતુ મૃત્યુ થયું હતું.

આજે સવાર. ૯ાા વાગ્યા સુધીમાં જીનપરા ભાટીયા, નવાપરા અને પ્લેહાઉસ ચોક સાથે અન્ય વિસ્તારના છ જેટલા લોકોના મૃત્યુ થયા છે. જ્યારે વાંકાનેર નગરપાલીકાના સેનીટેશન, વોટરવર્કસ અને ઓફિસ સ્ટાફ સહિત ૯૦ ટકા સ્ટાફ હાલની ગંભીર બિમારથી સારવારમાં છે. જેમાં ચારથી પાંચ કર્મચારીઓ કોવિડ પોઝીટીવ રીપોર્ટ આવતા હાલ શહેરભરમાં કોરોના સંક્રમણની શંકાથી ભયભીત લોકો જોવા મળે છે. હાલ મિશ્રઋતુને કારણે તાવના દર્દીઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.

કોરોના ગાઇડ લાઇનને અનુસરી વાંકાનેરમાં મુસ્લિમ સમુદાયમાં રમઝાન માસના મહત્વના આયોજનો જેવા કે ઇફતારી કાર્યક્રમો તથા તરાવીહ નમાઝ મસ્જીદોને બદલે ઘરે અંદા કરાઇ રહી છે. વાંકાનેરમાં છેલ્લા બે દિ'માં ૯ના મૃત્યુ થયા છે.

(11:02 am IST)