News of Thursday, 15th April 2021
અમરેલીના ધારીનું આંબરડી સફારી પાર્ક ત્રણ-ચાર દિવસ બંધ રહેશે:ટિકીટ બુકીંગ ક્લાર્કનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
સંપર્કમાં આવેલા તમામ કર્મીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરી સેમ્પલ મોકલાયા
અમરેલીના ધારીનું આંબરડી સફારી પાર્ક આગામી 3 થી 4 દિવસ બંધ રહેશે. ગઈ કાલે ટિકીટ બુકીંગ કરતા ક્લાર્કનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી આજે સંપર્કમાં આવેલા તમામ કર્મીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરીને સેમ્પલ મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવ્યા બાદ આગળનો નિર્ણય કરાશે, પરંતુ હાલ આંબરડી પાર્ક મુસાફરો માટે બંધ કરાયો છે.
(11:00 am IST)