સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th April 2021

ભાવનગર : ૧૦૨ વર્ષના વૃદ્ધાએ ૯ દિવસ ઓક્સિજન પર રહી કોરોનાને હરાવ્યો

ભાવનગરના ૧૦૨ વર્ષની વયના રાણીબેન શ્યામજીભાઈ કોજાણીએ માત્ર ૧૨ દિવસમાં કોરોનાને મ્હાત આપી કોરોના સામેનો જંગ જીત્યો છે. આજે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં કોરોનાની સારવારમાંથી સાંગોપાંગ બહાર આવ્યા બાદ તેઓને આજે રજા આપવામાં આવી હતી.

(10:59 pm IST)