સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

પડધરી પાસે છ માસ દરમ્યાન પકડાયેલા ૪૦ લાખના દારૂ-બીયરનો નાશ

રાજકોટઃ રૂરલ એસપી બલરામ મીણાની સૂચનાથી પડધરી પોલીસ મથકમાં છેલ્લા છ માસ દરમ્યાન વિદેશી દારૂના ગુન્હામાં કબ્જે કરવામાં આવેલા વિદેશી દારૂનો નાશ કરવા માટે પડધરી કોર્ટ માંથી મળેલ મંજુરીના આધારે સબ ડીવી. મેજીસ્ટ્રેટ ડો. શ્રી ઓમ પ્રકાશ, ગોંડલ એએસપી એચ.એમ. જાડેજા, ગોંડલ પોલીસ મથકના પીઆઇ કે. પી. ગોહિલની હાજરીમાં રૂ. ૪૦,૮૦,૭૪૦ની કિંમતની કુલ ૧૧૯૯૫ નંગ દારૂ બીયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

(3:55 pm IST)