સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

બોટાદમાં બાલપ્રતિભા સન્માન

બોટાદ : બોટાદકર સાહિત્યસભા દ્વારા મણકા ૪નું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં બોટાદની બાલપ્રતિભાઓ એવી બે માલધારી બાળાઓનુ સન્માન કરવામાં આવેલ. યુવા ઉત્સવમાં નિબંધ અને વકતૃત્વ સ્પર્ધામાં સ્ટેટ લેવલે બોટાદનુ ગૌરવ વધારવા બદલ ઇશા નાંગરનું રાજય સરકારની સચિવ આર.એન.ગાવાણીના હસ્તે તથા બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં ચિત્રકામ અને દોહા છંદ ચોપાઇમાં સ્ટેટ લેવલે બોટાદનું ગૌરવ વધારવા બદલ બંસી નાંગરનું રાજયના વરીષ્ઠ અને મુર્ધન્ય કવિ શ્રી સ્નેહી પરમારના હસ્તે સન્માન કરવામાં આવેલ તે તસ્વીર.

(3:07 pm IST)