સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

વાંકાનેરના લુણસરીયા ગામે જાહેરમાં જુગાર રમતા ૬ પતાપ્રેમી પકડાયા

વાંકાનેર, તા., ૧પઃ વાંકાનેરના લુણસરીયા ગામે પોલીસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પીઆઇ એમ.બી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.પી.જાડેજા, એ.આર.પટેલ, પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ ઓળકીયા, સંજયસિંહ જાડેજા તથા મહેન્દ્રભાઇ વડગામા નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન લુણસરીયા ગામે જુગાર રમાતો હોવાની બાતમી મળતા રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા દિલીપસિંહ ઉર્ફે દિપકસિંહ અમરસિંહ ઝાલા (રહે. લુણસરીયા), પ્રવિણ સવસીભાઇ કોળી (રહે. શેખરડી), રસુલ સાઉદીભાઇ ખોરજીયા(રહે. દીઘલીયા), કેશા શામજીભાઇ બાવળીયા (રહે. પાડધરા), ભુરા હમીરભાઇ પરમાર તથા હમીર ખેતાભાઇ પરમાર (રહે. બંન્ને રાણીપાટ, તા. મુળી)ને રોકડ રૂપીયા રપ,૬ર૦ તથા ગંજીપત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(12:05 pm IST)