સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં પવન સાથે સવારે ઠંડકનો અહેસાસ

રાજકોટ તા.૧૫: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં  છેલ્લા થોડા દિવસોથી મિશ્ર ઋતુનો માહોલ બરકરાર છે અને લોકોને દિવસ દરમિયાન શિયાળા અને ઉનાળાની  એક સાથે ડબલ ઋતુનો એકસાથે અનુભવ થાય છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વહેલી સવારે પવનના સૂસવાટા-ફુંકાતા વાતાવરણમાં ઠંડકની અસર વધી હતી.

સાંજ પડતાની સાથે જ ઠંડકની અસર સાથે શિયાળા જેવી ઋતુનો અહેસાસ થાય છે અને લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડવા લાગે છે. જયારે સવારથી સાંજ સુધી આખો દિવસ બફારા સાથે ઉનાળાનો અનુભવ થવા લાગે છે.

જૂનાગઢ

જૂનાગઢમાં સવારના તાપમાનમાં ફરો ઘટાડો થયો છે.

ગઇકાલે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૮.૪ ડિગ્રી રહયા બાદ આજે સવારે તાપમાન વધુ ઘટીને ૧૬.પ ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે વહેલી સવારે ગુલાબી ઠંડી રહી હતી. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૨ ટકા રહયું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૬.૧ કિ.મી.ની નોંધાઇ હતી.

જામનગર

જામનગરઃ શહેરનું હવામાન મહતમઃ ૨૯, લઘુતમઃ ૧૬.પ, ભેજઃ ૫૪ ટકા, પવનઃ ૬.૪ કિ.મી. પ્રતિ કલાક ઝડપી રહી  છે.

(12:05 pm IST)