સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

વલ્લભ ધારવીયાએ રાજીનામુ આપતા ખાલી પડેલી જામનગર ગ્રામ્યની બેઠકની ર૩ એપ્રિલે ચૂંટણી

જામનગર તા.૧૫: લોકસભા ચૂંટણીની સાથોસાથ જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની તા. ૨૩ એપ્રિલે ચૂંટણી યોજાશે.

જામનગર ગ્રામ્યનાં કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઇ ધારવીયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાઇ જતા પેટાચૂંટણી યોજાશે.

આ માટે જાહેરનામું બહાર પડાયું છે જેમાં તા. ૨૮ માર્ચે ઉમેદવારીપત્ર ભરવાનું શરૂ થશે.

 તા. ૫ એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ, તા. ૮ એપ્રિલે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ તથા ૨૩ મેનાં પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

(12:04 pm IST)