સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

ભુજના નારાણપરની ૩ સગીરાઓને ભગાડી ગયા બાદ જુના ફોટા વાયરલ કરનારા ૨ ઝડપાયા

ભુજ, તા.૧૫: કચ્છમાં વધી રહેલા લવજેહાદના કિસ્સાઓ ચિંતા તેમ જ અજંપો સર્જી રહ્યા છે. ભુજના નારાણપર ગામે ગત જુલાઈ ૨૦૧૮માં ત્રણ હિન્દુ સગીરાઓનું બદકામના ઇરાદે અપહરણ કરનાર બે મુસ્લિમ યુવાનો અલ્તાફ ફકીરમામદ પલેજા, અકબર ઇભલા જત વિરુદ્ઘ માનકુવા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

આ કિસ્સામાં આ બન્ને યુવાનોને પકડીને તેમને ગ્રામજનોએ માર માર્યાની પ્રતિ ફરિયાદ પણ અલ્તાફ પલેજા દ્વારા નોંધાવાઈ હતી. દરમ્યાન આ ઘટના અંગે વેરભાવ દાખવીને 'નારાણપર ગામની છોકરી મુસ્લિમ છોકરા સાથે ભાગી ગઈ' એવા લખાણ સાથે બન્ને મુસ્લિમ યુવાનો અકબર ઇભલા જત અને અલ્તાફ ફકીરમામદ પલેજાએ ત્રણેય હિન્દુ સગીરાઓના ફોટા સાથેના ખોટા મેસેજ વ્હોટ્સએપ ઉપર વાયરલ કર્યા હતા.

 સોશ્યલ મીડિયામાં આવા ભડકાઉ ખોટા મેસેજ મોકલીને બે કોમો વિરુદ્ઘ કોમી વૈમનસ્ય ફેલાય તેવા આ કૃત્ય અંગે નારાણપર ગામમાં તંગદિલી સાથે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતા ડીવાયએસપી જે. એન. પંચાલ અને માનકુવા પીઆઇ જે. જી. રાણા નારાણપર ગામે દોડી ગયા હતા.

અંતે બંને યુવાનો અલ્તાફ પલેજા, અકબર જત સામે આઇટી એકટ હેઠળ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરી હતી. આ બનાવમાં છોકરીઓના જુના ફોટા વાયરલ કરાયા હતા. સગીર કન્યાઓ આવા કિસ્સાઓ પછી સાવધ બંને તેવી સલાહ જાગૃતો આપી રહયા છે.

(12:04 pm IST)