સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

પ્રાથમિક શાળામાં ૨૦૦૮ પછી સંગીત શિક્ષકોની નિમણૂંક જ નથી થઇ!!

અખીલ ગુજરાત સંગીત વિદ્યાપીઠના ટ્રસ્ટીની ઉચ્ચ કક્ષાએ રજુઆત

પ્રભાસપાટણ તા.૧૫: અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ વેરાવળ છેલ્લા વર્ષની ૧૯૬૬ના શિક્ષણ વિભાગના ઠરાવથી માન્યતા ધરાવે છે. આ સંસ્થામાં સંગીત પ્રારંભિક થી વિશારદ અને એ ઉપરની પણ ડિગ્રી પ્રાપ્ત થઇ શકે છે.

આ સંસ્થામાં છેલ્લા પાંચ વર્ષથી સંગીત વિશારદની ડિગ્રી ધરાવતા યુવક-યુવતીઓ ૨૦૦થી વધારે છે. આ ઉપરાંત ગુજરાતની અન્ય સંસ્થાના વિદ્યાર્થીઓનો ખરાજ આ બેરોજગાર યુવકો માટે સંગીત શિક્ષકની ભરતી થાય તેવું બધા સંગીત વિશારદની ઇચ્છા છે. સંગીતમાં સાત-સાત વર્ષની મહેનત કર્યાપછી પણ આ સંગીત વિશારદની ડિગ્રી પ્રાપ્ત કરનાર ભાઇ-બહેનોને સંગીત શિક્ષકોની નોકરી મળેલ નથી આ બાબતે અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ-વેરાવળએ સરકારને વારંવાર રજુઆત કરેલ છે. આ બાબતે માધ્યમિક વિભાગમાં સંગીત વિશારદની ભરતી કરવા માટે સરકાર સંમત થયેલ છે.

પ્રાથમિક શાળામાં ૨૦૦૮ પછી આજ સુધી સંગીત શિક્ષક વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવેલ નથી તો આ તમામ સંગીત વિશારદોની સરકાર દ્વારા તાત્કાલીક પ્રાથમિક શાળામાં ભરતી કરવામાં માંગણી કરેલ છે. છતાં આમ નહિ થાય તો સંગીત વિશારદો ભાઇ-બહેનો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવા માટે પણ તૈયાર છે તેમ અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ મેનેજીંગ ટ્રસ્ટી મનીષભાઇ પી. મકવાણાની યાદીમાં જણાવવામાં આવેલ છે

(12:00 pm IST)