સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

ભાડલાના રાણીંગપર ગામે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સો પકડાયા

રાજકોટ તા.૧૫: ભાડલાના રાણીંગપર ગામે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક એચ.એમ. જાડેજા ગોંડલના માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગારના કેસો શોધી કાઢવા સુચના મળેલ હોય જે અંગે ભાડલા પોલીસ સ્ટેશના પો.સબ.ઇન્સ. એન.એચ.જોષીને મળેલ બાતમીના આધારે પો.હેડ કોન્સ. વલ્લભભાઇ બાવળીયા તથા પો.કોન્સ. લાલજીભાઇ તલસાણીયાની સાથે રાણીંગપર ગામે જુગારની રેઇડ કરી જુગાર રમતા (૧) ધીરૂભાઇ બીજલભાઇ રાજાણી રહે. વેરાવળ(ભા.), (ર) લાલજી ભુપતભાઇ સોમાણી રહે. રાણીંગપર , (૩) ઇમરાન ભાઇ કાદુભાઇ બ્લોચ રહે. ભાડલા, (૪) જાદવ ડાયાભાઇ સોમાણી રહે. રાણીંગપર, (પ) અશોક નાથાભાઇ સોલંકી રહે. ભાડલા તથા (૬) વિજય જશાભાઇ વાઘેલા, રહે ભાડલાને રોકડ રૂપિયા ૧૪૨૧૦/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.(૧.૯)

 

(11:59 am IST)