સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

વેરાવળના નાખડા ગામે દિપડો પીંજરે પૂરાયો : અઠવાડીયામાં બે દિપડા ઝડપાયા

પ્રભાસપાટણ, તા. ૧૪ : વેરાવળ તાલુકાના નાખડા ગામે તા. ૧૩ના રોજ વ્હેલી સવારના પ કલાકે ભીમસીભાઇ દેવસીભાઇ જાખોત્રાના બગીચામાં પાંજરૂ ગોઠવવામાં આવેલ હતું. જેમાં વહેલી સવારે પ કલાકે ૩થી ૪ વર્ષનો એક દિપડો પાંજરે પૂરાયેલ છે. આજ ગામમાં આ જગ્યામાંથી ૮ દિવસ પહેલા એક દિપડી પકડાયેલ હતી આમ આઠ દિવસમાં એક દિપડો અને દિપડી પકડાતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળે છે.

અત્યારે વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોમાં ભય જોવા મળે છે કારણ કે આ વિસ્તારમાં દિપડા સહિત જંગલી જનાવરો આટાફેરા સતત મારતા જોવા મળે છે જેથી  રાત્રીના સમયે ખેડૂતો પોતાના ખેતરોમાં પીયત કરતા ડર અનુભવે છે. (૮.૧૧)

(11:59 am IST)