સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

ભાવનગરમાં પપ વર્ષના વડીલો માટે માવતરનો રમત મહોત્સવ : પ૦૦ સ્પર્ધકો જોડાશે

વિભાવરીબેન દવેની આગેવાનીમાં રવિવારે ભવ્ય આયોજન

ભાવનગર, તા. ૧પ : ગુજરાતમાં સૌ પ્રથમવાર ભાવનગર ખાતે 'માવતરનો રમત મહોત્સવ' યોજાશે. જેમાં પપ થી વધુ વર્ષના પ૦૦ યુવા વડીલો રમતના મેદાનમાં કૌવત બતાવશે. આ રમત  મહોત્સવ દરમ્યાન કેટલીક રમતના સ્ટાર ખેલાડી અને કલાકાર ણ હાજર રહેશે.

ભાવનગરમાં વિભાવરીબેન દવેની માવતર સંસ્થા દ્વારા ગરબા, હોળી સહિતના ઉત્સવ બાદ હવે માવતરના રમત મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. ભાવ.યુનિ.ના મેદાન ખાતે તા. ૧૭ માર્ચ ને રવિવારે સવારે ૯-૩૦ કલાકે માવતરના રમત મહોત્સવનું ઉદ્ઘાટન થશે. જેમાં ક્રિકેટ, દોડ, રસ્સાખેંચ, કેરમ, ટેબલ ટેનિસ, બેડમિંટની સહિતની ૧ર રમત રમાડવામાં આવશે.

આ રમતમાં પપ વર્ષથી વધુ વયના પ૦૦ ખેલાડીઓ ભાગ લેશે. ખેલાડીઓને ટી-શર્ટ, ટોપી આપવામાં આવશે.

આ અંગે માહિતી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે આ રમત મહોત્સવમાં હોકી ખેલાડી ધનરાજ પીલ્લાઇ સહિતની કેટલીક રમતના સ્ટાર ખેલાડીઓ હાજર રહેશે. ઉપરાંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ કલાકાર મયુર વંકાણી (સુંદર) પણ હાજર રહેશે.

રમત મહોત્સવના અંતે વિજેતા ખેલાડીઓને રનર્સઅપ ખેલાડીઓને ઇનામો આપી સન્માન કરવામાં આવશે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત વડીલો માટે આવું ભવ્ય આયોજન થઇ રહ્યું છે.

(11:56 am IST)