સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

માણાવદર પેટા ચૂંટણીમાં ૨,૩૮,૪૬૯ મતદારો

વિધાનસભાની પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે યોજાશે : કલેકટર ડો. સૌરભ પારઘી

જૂનાગઢ તા.૧૫ : લોકસભાની ચુંટણીની સાથે જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભાની પેટા ચુંટણી યોજવામાં આવશે. જૂનાગઢ જિલ્લા ચુંટણી અધિકારી સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, માણાવદર  વિધાનસભાની પેટા ચુંટણી  તા.૨૩ એપ્રિલના યોજાશે. ચુંટણી અંગેનું જાહેરનામું તા.૨૮ માર્ચના યોજાશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તા. ૮ એપ્રિલ છે. ફોર્મની ચકાસણી તા.૫ એપ્રિલ તેમજ મતગણતરી તા. ૨૩ મે ના રોજ રહેશે. તેમની મત ગણતરી પોરબંદર ખાતે થશે.

   માણાવદર બેઠકમાં કુલ ૧૨૫૦૫૫ પુરૂષ અને ૧૧૩૪૧૪  સ્ત્રી મળી કુલ ૨૩૮૪૬૯ મતદારો નોંધાયા છે. કુલ બુથ જોઇએ તો શહેરી ૪૭ અને  ગ્રામ્ય ૨૩૯ તેમજ કુલ ૨૮૬ રહેશે. મતદાન મથક સ્થળની સંખ્યા ૧૯૭ રહેશે.મતદાર યાદીમાં શારીરિક રીતે અક્ષમ વ્યકિતઓ ૯૫૫ અને સહાયક તરીકે ૧૫૮ લોકો નોંધાયા છે. ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા રૂ.૨૮ લાખ રાખવામાં આવેલ છે.

(11:55 am IST)