સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

ચલાલાના મહિલા પીએસઆઇ ટ્રાફિક પ્રશ્ને સક્રિયતા દાખવતા શહેરીજનો ખુશ

પોલીસ સ્ટાફ સાથે ટ્રાફિક કલીયર કરાવવા તીનબતી ચોકમાં પહોંચી ગયા

ચલાલા તા.૧૫: ચલાલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્રી પરમારની બદલી થતા તેઓની જગ્યાએ પીએસઆઇ તરીકે જિલ્લા એસ.પી. શ્રિ નિલ્પતરાયએ કાર્યદક્ષ મહિલા પીએસઆઇ શ્રી એસ.એસ. ચીંગલીયાની નિમણૂંક કરેલ છે.

ચાર્જ સંભાળતાજ ચીંગલીયાએ પોલીસ સ્ટા સાથે બસસ્ટેન્ડ ચોક એટીંયા અને તીનબતી ચોક જેવા ટ્રાફિકથી ધમધમતા એરીયામાં પગપાળા ચાલી ટ્રાફિક નડતર રૂપ વાહનો લેવડાવતા ટ્રાફિક હળવો થતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો.

છેલ્લા ઘણા ટાઇમથી ચલાલામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કંગાળ બની ગઇ છે. જયાં ત્યાં ટ્રાફિક સમસ્યા અવાર નવાર સુહેલ શાંતિનો ભંગ સહિતની સમસ્યાઓ વિકરાળ બની છે ત્યારે શહેરીજનો નવા મહિલા પીએસઆઇ શ્રી ચીંગલીયા પાસે ઘણી અપેક્ષા રાખી રહયા છ. શહરીજનો માટે નવા પી.એસ.આઇ. શ્રી ચીંગલીયા આશાનું કિરણ જોઇ રહયા છે.

(9:39 am IST)