સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th February 2020

ખંભાળીયામાં ભરવાડ સમાજ આયોજીત સમુહલગ્નના મંચ ઉપરથી કુમાર છાત્રાલય માટે ૪૦ લાખનો ફાળો

ખંભાળીયા તા. ૧૫ : સમસ્ત જામખંભાળીયા ભરવાડ સમાજનાઙ્ગ ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૨૦ કન્યાઓના સમૂહ લગ્ન યોજાયેલ. જેમાં ૨૦ નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડેલ. આ સમૂહલગ્ન પ્રસંગમાં વિશાલ ભરવાડ સમાજની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ખંભાળિયા તાલુકાના ધારાસભ્યશ્રી વિક્રમભાઈ માડમ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ કાળુભાઈ ચાવડા તથા જિલ્લા પંચાયતના સદસ્ય મયુરભાઈ ગઢવી તથા ભરવાડ સમાજના જામનગર જિલ્લાના અગ્રણી મનોજ ભાઈ ચાવડીયા વિરમભાઈ વકાતર તથા સંતો મહંતો અને અન્ય રાજકીય મહાનુભાવો આ નવદંપતીને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેલ અને ગોપાલક સમૂહ લગ્ન સમિતિના કાર્યકર રમેશભાઈ ટોયટા, રાજુભાઈ સરસીયા દ્વારા શ્રી હકુભા જાડેજા તથા ધારાસભ્ય શ્રી વિક્રમભાઈ માડમનુ ભરવાડ સમાજની ઓળખ સમાન પાઘડી ભરવાડી ભરેલીબંડી અને ફુલહાર દ્વારા ભવ્ય સન્માન કરેલ અને ખંભાળિયા તાલુકાના માલધારી સમાજના યુવા નેતા મયુરભાઇ રામભાઇ ગઢવીનું પણ ખંભાળિયા તાલુકા ભરવાડ સમાજઙ્ગ દ્વારા ભરેલી લાકડી, પાઘડીઙ્ગ અને ભરવાડી ભરેલી બંડી દ્વારા વિશેષ સન્માન કરવામાં આવેલ અને માન્ય રાજય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહજી દ્વારા ભરવાડ સમાજ શિક્ષણના ક્ષેત્રમાં આ જ રીતે સંગઠિત થઈ અને આગળ વધેઙ્ગ એવો વિચાર મંચ પરથી રજુ કરતાની સાથે જ દ્વારકા જિલ્લા ભરવાડ સમાજ દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેતા ખંભાળીયા ખાતે આવનારા ટૂંકા સમયમાં એક વિશાળ કુમાર છાત્રાલયનું નિર્માણ કાર્યની જાહેરાત માન્યઙ્ગ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ તથા સંતો મહંતો અને સમાજના અગ્રણીઓના હસ્તે જાહેરાત કરાવેલ.

આ જાહેરાત થતાની સાથે જ કુમાર છાત્રાલયમા સમૂહ લગ્નના મંચ પરથી સમાજને ૪૦ લાખ જેવો મોટી રકમનો ફાળો બોલાયેલ. જેમાં રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ તથા સાંસદ પૂનમબેન માડમ અન્ય સમાજના મહાનુભાવો દ્વારા પણ આ કુમાર છાત્રાલયમાં મોટી આર્થિક સહાય જાહેર કરેલ છે.

(12:51 pm IST)