સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th February 2020

મિશ્ર હવામાનઃ માત્ર જરાક ઠંડી

ગિરનાર પર્વત ઉપર ૮.૭ નલીયામાં ૧ર ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ, તા., ૧પઃ રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાનનો માહોલ યથાવત છે અને આવા વાતાવરણ વચ્ચે સવારે માત્ર જરાક ઠંડીનો અહેસાસ થયો હતો.

આજે ગિરનાર પર્વત ઉપર સૌથી ઓછુ ૮.૭ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

આજે કચ્છના નલીયામાં ૧૨ ડીગ્રી, રાજકોટમાં ૧૪.૧ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

 જુનાગઢઃ જુનાગઢના તાપમાનમાં ધરખમ ઘટાડો થવાની સાથે ગિરનાર ખાતે ૮.૭ ડીગ્રી ઠંડી નોંધાઇ હતી.

ગઇકાલે જુનાગઢનું લઘુતમ તાપમાન ર૧.૬ ડીગ્રી રહયા બાદ આજે સવારે પારો નીચે ઉતરીને ૧૩.૭ ડીગ્રીએ સ્થિર થતા સાત ડીગ્રી ઠંડી વધી હતી.

જુનાગઢના ગિરનાર ખાતે આજે ૮.૭ ડીગ્રી તાપમાન રહેતા ગુલાબી ઠંડી અનુભવાઇ હતી. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૧ ટકા અને પવનની ગતી ૪.૩ કી.મી.ની રહી હતી.

આજનુ હવામાન ૩૦.પ મહતમ ૧૩ લધુતમ ૭૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.ર પ્રતિ કલાક પવનની ગતી.

સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાં કેટલુ તાપમાન

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

૮.૭ ડીગ્રી

નલીયા

૧ર.૦ ''

જામનગર

૧૩.૦ ''

જુનાગઢ

૧૩.૦ ''

રાજકોટ

૧૪.૧ ''

ન્યુ કંડલા

૧૪.પ ''

કેશોદ

૧૪.૬ ''

પોરબંદર

૧૪.૮ ''

સુરેન્દ્રનગર

૧૪.૮ ''

અમરેલી

૧પ.૬ ''

ભુજ

૧૭.૦ ''

ઓખા

૧૮.પ ''

૪ મહાનગરો

ગાંધીનગર

૧૩.૦ ડીગ્રી

અમદાવાદ

૧૪.ર ''

વડોદરા

૧પ.૬ ''

સુરત

૧૮.ર ''

ગુજરાત

મહુવા

૧પ.૧ ડીગ્રી

દીવ

૧પ.પ ''

ડીસા

૧૬.૦ ''

(11:24 am IST)