સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th February 2020

ગોંડલમાં સંઘાણી ફાઉન્ડેશન દ્વારા વિના મુલ્યે અંગ્રેજી માધ્યમ પ્લેહાઉસ

ફી લીધા વગર બાળકોને અંગ્રેજીના અભ્યાસ સાથે રમત ગમત, સંગીત, કળા અને અન્ય પ્રવૃતિઓમાં પણ માર્ગદર્શન અપાય છે

રાજકોટ, તા.૧૫: ગોંડલમાં જરૂરીયાતમંદ બાળકો માટે શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ કોટિનું શિક્ષણ આપવાના હેતુથી એક નવી વિચારધારા સાથે અતિઆધુનિક સંદ્યાણી ફાઉન્ડેશન પ્લેહાઉસ એન્ડ નર્સરી પાંચ વર્ષ થી કાર્યરત છે.

કોઈપણ પ્રકારની ફી લીધા વગર બાળકોને અંગ્રેજી ના અભ્યાસ સાથે રમત ગમત, સંગીત, કળા અને અન્ય પ્રવૃતિઓમાં પણ માર્ગદર્શન અપાય છે. આધુનિક રમત ગમતના સાધનો સાથે શિક્ષણ અપાય છે, જેના લીધે બાળકોને ભણતરનો ભાર લાગતો નથી. અત્યારે મોંદ્યવારીના જમાનામાં અંગ્રેજી બાળકોને ભણાવવુ એ દરેક મા-બાપનું સ્વપ્ન હોય છે. પરંતુ ઉંચી ફીના ધોરણો એક અવરોધરૂપ છે. દ્યણીવાર ઉચી ફી ચુકવવા છતાં પણ ધાર્યું પરિણામ મળતું નથી. સંદ્યાણી ફાઉન્ડેશન પ્લેહાઉસ એન્ડ નર્સરી એક એવી સંસ્થા છે, જે સામાજિક સવલતોથી વંચિત બાળકોને ખીલવવાની સુંદર તક પૂરી પાડશે. આ બાળકોનો સર્વાંગી વિકાસ, અને તેમનામાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવી, એજ આ સંસ્થાનો મુખ્ય હેતુ છે.

૩ થી ૫ વર્ષનો જે તબક્કો છે, જેમાં બાળકો સૌથી વધારે ગ્રહણશીલ હોય છે, એ તબક્કામાં આ બાળકો કોઈ પણ પ્રકારની તાલીમથી વંચિત રહી જાય છે અને પછી સીધા કે.જી. અથવા ધોરણ ૧ માં જોડાઈ છે. સંદ્યાણી ફાઉન્ડેશન  નો પ્રયાસ આ બાળકોને ભેગા કરી એક સરસ મંચ પૂરું પાડવાનો છે. તેમનામાં રહેલી શુસુપ્ત પ્રતિભાઓ ને જગાડવાની છે. ભણતર એટલે ચોપડીઓમાં લખેલું જ્ઞાન એજ નહી, પણ આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને સુવિચારોનો સુભગ સમન્વય એ જ સાચું જ્ઞાન, એ જ સાચું ભણતર.

ગોંડલ ના જ સ્વ. શ્રી જગન્નાથ સૌભાગ્યચંદ સંદ્યાણીના કુટુંબીજનો વતી રાજકોટ નિવાસી શ્રી ભુપતભાઈ ચુનીલાલ સંદ્યાણી અને તેમના પુત્ર શ્રી વિક્રમભાઈ દ્વારા સંદ્યાણી ફાઉન્ડેશન ની આ એક સેવા નુ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. એક બાળક દીઠ અંદાજીત રૂ ૧૦,૦૦૦ નો ખર્ચ સંદ્યાણી ફાઉન્ડેશન ભોગવે છે. રાજકોટની ખ્યાતનામ SNK સ્કૂલમાં વાઇસ પ્રિન્સીપાલ રહેલા માલિનીબેન શાહની દેખરેખ નીચે સંદ્યાણી ફાઉન્ડેશન પ્લેહાઉસ એન્ડ નર્સરીનુ સંચાલન થાય છે. અમેરિકા સ્થિત વૂલ્ફ ટ્રેપ સંસ્થા, કે જેના અધ્યક્ષ મેલનિયા ટ્રમ્પ છે, તેમના થકી ખ્યાત્નામ ટ્રેનર દ્વારા સંદ્યાણી ફાઉન્ડેશન ના શિક્ષકો ને પણ તાલીમ અપાઈ રહી છે. તો આવા પ્રકારની અંતર રાષ્ટ્રીય કક્ષા ની તાલીમ ગોંડલ ના જરૂરીયાત મંદ બાળકો ને આપવા માં આવે છે. વાલીઓએ કોઈ પણ પ્રકાર ની ફી ભરવાની નથી અને સુશિક્ષિત શિક્ષકો બાળકોને તાલીમ આપશે.

આ પ્લેહાઉસ ભોજરાજ પરા મેન રોડ પર પીરની આંબલી સામેના મકાનમાં કાયમી ધોરણે કાર્યરત છે. ૦૧-૦૬-૨૦૧૭ પેલા જન્મેલા ત્રણ થી પાંચ વર્ષના બાળકોના જુન ૨૦૨૦ સત્ર માટે પ્રવેશ માટે સવારે ૧૦ થી ૧૨  દરમિયાન ઉપર ના સરનામે સંપર્ક થઇ શકે છે. આવક નો દાખલો, જન્મ પ્રમાણપત્ર અને બાળકના ફોટોગ્રાફ્ સાથે રૂબરૂ સંપર્ક કરવો. વધુ માહિતી માટે મોબાઈલ ૯૧૭૩૪ ૪૭૫૦૧ પર સંપર્ક કરવો.

(9:51 am IST)