સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th February 2018

સલાયા પોલીસ ઉપર હુમલો કરનાર રીમાન્ડમાં

ખંભાળીયા, તા. ૧પ : ગઇ તા. ૧૦ના આરોપી રીજવાન રજાક સંઘાર અને અકરમ રજાક સંઘાર તથા તેના ભાઇઓ વિગેરે સલાયા મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉપર જીવલેણ હુમલો કરેલ જે ગુન્હાના કામે ઉપરોકત બન્ને આરોપીઓને પકડી પાડી રીમાન્ડ મેળવી સલાયા પરત આવતી વખતે ચેક પો.સ્ટે. નજીક સરકારી વાહન બોલેરો ધીમો કરતા પાછળના દરવાજાનો અંદરથી લોક તોડી દરવાજો ખોલી કસ્ટડીમાંથી નાસેલ.

દરમ્યાન આરોપી રીજવાન રજાક સંઘાર પકડાય ગયેલ અને આરોપી અકરમ રજાર સંઘાર અંધારાનો લાભ લઇ નાસી ગયેલ. આ બાબતે સલાયા મરીન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર. નં-૪/૧૮ આઇપીસી ક. રર૪, ૩૪ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ એલ.સી.બી. પો.ઇન્સ. સમીર સારડાને સોપવામાં આવેલ અને આરોપી રીઝવાન રજાક સંઘારનો કોર્ટમાં કબજો મેળવી પૂછપરછ કરી ફરી ભવિષ્યમાં કોઇ પોલીસ ઉપર હુમલો ન કરે તેવી સરભરા કરી કોર્ટમાં રજૂ કરી તા. ૧૬ સુધીના પોલીસ રીમાન્ડ મેળવી અલગ-અલગ ટીમો બનાવી પોલીસ કસ્ટડીમાંથી નાશી ગયેલ. આરોપી અકરમ રજાક સંઘારને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે તેમજ હાલ રીમાન્ડ પરના આરોપી રીજવાન રજાક સંઘારની કડક પૂછપરછ ચાલુ છે.

આ કાર્યવાહી પોલીસ અધિક્ષકશ્રી રોહન આનંદની સુચના મુજબ ચાલુ છે.

(4:26 pm IST)