News of Thursday, 15th February 2018
૧૨ માસની બાળા લીફટમાં ફસાઇ જતાં કરૂણ મોત
માતા કામ કરતી'તીને બાળા રમતી રમતી લીફટમાં ગઇ : મોરબીના જૂના જાંબુકીયા નજીક સીરામીક એકમમાં બનાવ
મોરબી તા. ૧૫ : મોરબીના જુના જાંબુકીયા નજીક સીરામીક ફેકટરીમાં લીફટમાં ફસાઇ જતાં આદિવાસી બાળાનું મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ મોરબી તાલુકાના જુના જાંબુકીયા ગામ નજીક આવેલ ઇન્ડિયા સિરામિકમાં કામ કરતા પરપ્રાંતીય પરિવારની એક વર્ષની બાળકી સોનાક્ષી શાંતિભાઈ આદિવાસી સાંજના સમયે સિરામિક એકમમાં રમતા રમતા લીફટમાં દબાઈ જતા તેણીનું મૃત્યુ નીપજયું હતું. મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(1:56 pm IST)