સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th February 2018

તળાજાના મોટાભાગના વોર્ડમાં લઘુમતી,કોળી, બ્રાહ્મણ, દરબાર, વણીક જ્ઞાતીનું વર્ચસ્વ

સૌથી વધુ શીયા-સુન્ની મળી લઘુમતી મતો ત્યારબાદ તળપદા અને ઠાકોર મળી કોળી મતોઃ વોર્ડ નં. ૩ માં કોળી, લઘુમતી અને દલીત મતોજ, બાકીના નહીંવત

તળાજા તા. ૧પ :.. શનીવારે તળાજા નગરપાલીકાની ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોનો ગુપ્ત રીતે સ્વંયવર યોજાશે. સોમવારે બહુમત લોકોએ કોને જીતની માળા પહેરાવી છે તે જાહેર થશે. ત્યારે પ્રચારના છેલ્લા બે દિવસ બાકી છે ત્યારે કયાં વોર્ડમાં કંઇ જ્ઞાતિ, સમાજ અને પેટા જ્ઞાતિના મતો છે. તેના પર મતદાન થવાની શકયતા ને લઇ રાજકીય ગણીત માંડવામાં આવી રહ્યું છે.

તળાજા નગરપાલીકાની ચૂંટણીને લઇ પ્રચાર પરાકાષ્ઠાએ છે. જ્ઞાતિ સમાજ લક્ષી મીટીંગોના આયોજનો થઇ રહ્યા છે. છતાં લોકો હજુ ચૂંટણી પ્રચાર નિરસ હોવાનું કહી રહ્યા છે. ઉમેદવારો એ નાણાની કોથળી જે રીતે ખુલી મુકવી જોઇએ તે રીતે નથી મુકાઇ તેવી નગરજનોમાં ચર્ચા છે. બીજી તરફ વાત એવી પણ છે કે વ્યકત અને સમાજને ધ્યાને રાખી મતદાન થશે. ભુતકાળ અને આવનારા દિવસોના સમાજને ધ્યાને રાખી મતદાન થશે. ભૂતકાળ અને આવનારા દિવસોના રાજકીય રંગઢંગ, અનુભવોને ધ્યાને રાખી મતદાન થશે.

તેમ છતાં જ્ઞાતી લક્ષી વર્ચસ્વ મતદાનને લઇ જોવા મળશે તેવા સમીકરણો રચાઇ રહયા છે. જે લોકશાહી માટે અને ટુંકી જ્ઞાતી માટે યોગ્ય માનવામાં આવતુ નથી.

વોર્ડ વાઇઝ મુખ્ય જ્ઞાતી લક્ષી મતદારો અંગે મળતી અંદાજીત માહીતી પ્રમાણે વોર્ડ નં. ર માં સૌથી વધુ દરબાર ૯૦૦ મતો છે. ત્યારબાદ કોળી ૪પ૦, બ્રાહ્મણ ૧ર૦, વણીક ૧૭૭, દેવીપૂજક-૧૭પ, સાધુ-૭પ, ખરક ૬૬, લઘુમતી ૪૦૦ મતો છે. સીમાંકન બદલાતા અને યુવા પેઢી ને લઇ અહીં પ્રથમ વખત પ્રતિષ્ઠાના જંગ સમી ચૂંટણી યોજાઇ રહી છે. કોની સાથે રહેવુ અને ન રહેવું આ વિસ્તારના મતદારો માટે ગણીત અઘરૃં થઇ પડયું છે.

વોર્ડ નં. ર ના મતદારોના મળતા અંદાજીત આંકડાઓ પ્રમાણે સૌથી વધુ મત લઘુમતીના છે. સીયા-સુન્ની બંનેના મતો છે. સુન્નીમાં સિપાઇ અને મેમન સમાજના મતો છે. તે ઉપરાંત કોળી ૪૦૦, બ્રાહ્મણ ૧પ૮, વણીક ૮૯, ભરવાડ-ર૮ર, મોચી ૪૬, દલીત -૮૬, આ નોંધપાત્ર મતો છે. જયારે અઘર મતોની સંખ્યા પણ ૪૦૦ જેટલી છે. અહીંના મતદારો નિષ્ઠા, નિડરતા, આ બે મુદાને ધ્યાને લઇ મતદાન કરવાની ફીરાકમાં છે.

વોર્ડ નં. ૩ માં સૌથી વધુ શીયા લઘુમતીના ૧૪પ૦ જેટલા મતો છે. એ ઉપરાંત કોળી ૪૭૦, દલીત ૩૪૭ અને અન્યના મળી ર૦૦ મતો છે. આ વોર્ડ કોંગ્રેસનો અને ખાસ કરીને ચોકકસ વ્યકિતનો ગઢ માનવામાં આવે છે. ભાજપને અહીં પુરતી પેનલ ઉતારી શકવા જેટલી શહેરમાં સક્ષમ બની નથી. ભલે તે દુનિયાની સૌથી મોટી પાર્ટીના દાવાઓ કરતી હોય.

વોર્ડ નં. ૪ માં સૌથી વધુ કોળી મતદારો છે. જેમાં તળપદા અને ઠાકોર સમાજ બંનેનો સમાવેશ છે. વધુ મતો તળપદા કોળીના છે. બીજા નંબરે લઘુમતી મતો છે. જે મોટા ભાગે સુન્ની સમાજ છે. ત્રીજા સ્થાને વણીક સમાજતા મતો છે. બ્રાહ્મણ-ર૧૩, સોની-૯૦, કુંભાર ૧૪૬, સાધુ ૧૪ર, સગર-૧૦૯, લુહાર ૧૬૪ મતો છે. પટેલ, ખરક, રજપૂત મળી ૧રપ જેટલા મતો થાય છે. અહીં બે અપક્ષ ઉમેદવાર છે. બંને કોળી છે. અહીં કસોકસનો જંગ માનવામાં આવે છે.

વોર્ડ નં. પ માં લઘુમતી મતો અને ઠાકોર કોળી સમાજ બંનેના મળી ૧૩૦૦ જેટલા મતો થાય છે. ત્યારબાદ બ્રાહ્મણ-રર૦, દરબાર-૩૦૦, કોળી-૩૦૦, વણીક-૧૦૦, દલીત-૧પ૬, લુહાર-૭૦, સાધુ-૮પ, પટેલ, આહીર બારોટ, કુંભાર, મળી અંદાજીત ર૦૦ મતો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે અહીં ઠાકોર સમાજને પ્રાધાન્ય આપ્યું છે. પરંતુ લઘુમતી મતો ઉપરાંત દરબાર, કોળી અને દલીત મતો નિર્ણાયક ભૂમિકા ભજવી શકશે.

વોર્ડ નં. ૬ એ ભુદેવ મતદારોનો ગઢ છે. ભાજપથી વિમુખ થયેલા રોષે ભરાયેલ બ્રાહ્મણોએ અહીં શહેરનો જાણીતો ચહેરો સતીષચંદ્ર પંડયા ને અપક્ષ તરીકે મેદાને ઉતાર્યા છે. ૬૪૧ મતો બ્રાહ્મણોના છે. શિક્ષીત અને વેપારી મતદારોનો વોર્ડ બનેલો છે. આખાય નગરની મીટ અહીંયા મંડાયેલ છે.

દરબાર-ર૮૧, કોળી ૩૯૬, વણીક ૧૬૪, સોની પ૩, કુંભાર-૧૦૩, વાણંદ ૬૦, ખરક-૧૭પ, લઘુમતી-રપ૭, સગર-૧૬૩, લુહાર ૧૯૮, પટેલ -૯પ મતો છે. અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સિધા જંગમાં અપક્ષ બ્રાહ્મણ ઉમેદવાર કેટલું બળ કરી શકે તે રાજકીય પંડીતો નકકી કરી શકતા નથી.

વોર્ડ નં. ૭ સૌથી વધુ મતો શિયા ઇસ્નાઅસરી ખોજા અને તેમની સાથે ઇસ્માઇલ ખોજા મળી અંદાજીત ૧૬પ૦ મતો છે. ત્રણ દાયકા બાદ કોંગ્રેસ એ ઇસ્માઇલી ખોજાને મહત્વ આપ્યુ છે. દરબારના એકપણ મતન હોવા છતાં ભાજપે દરબારને પ્રાધાન્ય આપ્યુ છે. બ્રાહ્મણના ર૭૧, કોળી-૪૧૩, દલીપ-ર૭પ, આ નોંધપાત્ર મતો છે. સુન્ની મુસ્લીમ મતો પણ છે.

(12:41 pm IST)