સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th February 2018

પોરબંદરની આરટીઓ કચેરીએ સીધા જતા અરજદારો પાસે એજન્ટના આગ્રહની ફરિયાદો

પોરબંદર તા. ૧૫ : અહીં આરટીઓ કચેરીએ ડ્રાઇવીંગ લાયસન્સ સહિતના કામ માટે જતાં અરજદારો પાસે એજન્ટ હસ્તક આવવા કહેવાતાની ફરિયાદો ઉઠી છે.

તાજેતરમાં સરકારના નવા પરીપત્ર મુજબ નવી નંબર પ્લેટ બેસાડવાની હોવાથી આ નંબર પ્લેટના મૂળ ભાવ રૂ. ૧૪૦ છે પરંતુ એજન્ટ હસ્તક આ કામ માટે રૂ. ૫૦૦ સુધી ચુકવવા પડે છે. નવા લાયસન્સમાં પણ વધુ ભાવ લેવાય છે. જો અરજદાર પાસે સ્કુટર ન હોય તો સ્કુટરની ટ્રાઇ દેવા માટે રૂપિયા આપવા પડે છે તેવી રીતે કારની ટ્રાઇ દેવામાં રૂપિયા લેવાય છે. ચર્ચા મુજબ ૨ હજારથી ૫ હજાર ચુકવવા પડે છે. સત્તાવાળાઓએ આ વ્યવસ્થા વહેલી તકે સુધારવા માગણી ઉઠી છે.

(11:28 am IST)