સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th February 2018

ગોંડલમાં પ યુવાનોને ભાંગ ચડી જતા હોસ્પીટલમાં ખસેડાયા

ગોંડલ, તા. ૧પ :  શહેરના ચોકસીનગરમાં રહેતા પાંચ યુવાનોને ભાંગ ચડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

મળતી વિગત મુજબ શિવરાત્રીના પર્વ બાદ શહેરના ચોકસી નગરમાં રહેતા રાજેશ રૈયાણી ભૌતિક સાવલિયા જાડેજા દેવેન્દ્રસિંહ, જાડેજા લક્કીરાજસિંહ અને વ્યાસે પ્રશાંત સહિતના યુવાનોએ ભાગ પ્રસાદ લીધો હોય તેઓને અસર થતા ગોંડલના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ ડોકટર પિયુષ સુખવાલાની શ્રીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે સીટી પોલીસમાં જાણ કરાઇ હોય વધુ તપાસ સીટી પોલીસ દ્વારા હાથ ધરાઇ છે.

(11:22 am IST)