સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th February 2018

પોરબંદર : સાયપ્રસમાં ફસાયેલ બેરોજગાર યુવાનો પરત લાવવા કલેકટરને રજુઆત

પોરબંદર, તા. ૧પ : સાયપ્રસમાં ફસાયેલા પોરબંદર જીલ્લાના (ગુજરાત રાજય)ના યુવાનોને વાપસ લાવવા બાબતે કિશાન સંઘ દ્વારા કલેકટરને રજૂઆત કરી છે.

પોરબંદર જિલ્લાના (ગુજરાત રાજય)ના સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવનારા અનેક યુવાનો રોજગારી અર્થે સાયપ્રસ નામના દેશમાં એજન્ટો દ્વારા મોકલવામાં આવેલ છે. પ લાખ રૂપિયા જેવી માતબર રકમ લઇ આ બેરોજગાર યુવાનોને વિદેશ સાયપ્રસ નામના દેશમાં નોકરી અપાવવાના બહાને છેતરપડીંડી કરી ગયેલ છે. આ યુવાનોને અત્યાર સાયપ્રસમાં કોઇ નોકરી આપવામાં આવેલ નથી. આ યુવાનોને ભાષાની પણ તકલીફ છે અને વિદેશની ધરતીથી સાવ અજાણ છે. તેમની હાલત અત્યારે અતિ ખરાબ છે અને સાયપ્રસમાં ફસાય ગયેલ છે. તેમની પાસે કોઇ રોજગારી નથી કે રહેવા જમવાની કોઇ વ્યવસ્થા પણ નથી કે પરત સ્વદેશ આવવા માટે ટીકીટના પૈસા પણ નથી તેમ રજૂઆતમાં જણાવેલ.

(11:17 am IST)