સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th February 2018

શ્રી સોમનાથ ટ્રસ્ટને મહાશિવરાત્રી પર્વમાં ૨૪ લાખની આવક

વેરાવળ તા. ૧૫ : સોમનાથ મહાદેવને શિશ નમાવવા દેશ વિદેશ થી બે દિવસમાં અઢી લાખ શિવ ભકતો આવેલ હતા અને સોમનાથ ટ્રસ્ટના તમામ ગેસ્ટ હાઉસો, ધર્મશાળા હાઉસફુલ થઈ ગયેલ હતા તેમજ ટ્રસ્ટ દ્રારા પ્રસાદી, પુજાવિધી, ઘ્વજાઆરોહણ પણ મોટી સંખ્યામંા નોધાયેલ હતું. બે દિવસમાં સોમનાથ ટ્રસ્ટને શિવરાની આવક રૂ.ર૪ લાખ થયેલ હોય તેવું જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ જણાવેલ હતું.

સોમનાથ વિસ્તારમાં આવેલ ૧૦૦ કરતા વધારે ગેસ્ટહાઉસો ધર્મશાળાઓ પણ શિવરાત્રીમાં હાઉસફુલ થયેલ હતા. જેમાં રૂ.પ૦૦ થી ૧૦,૦૦૦ સુધીનું ભાડુ વસુલાયેલ હતું જેથી ખાનગી એકાદ હજાર રૂમોના ભાડાની આવક પ૦ લાખ કરતા પણ વધારે થયેલ હોય તેમજ રેસ્ટોરન્ટ સહીત અને ધંધાર્થીઓને પણ આટલી જ આવક થયેલ હોય તેથી બે દિવસ માં સોમનાથમાં એકથી દોઢ કરોડની આર્થિક વેપાર થયેલ છે.

(11:16 am IST)