વલ્લભીપુરના PGVCL ઓફીસ સામે વાડામાંથી દારૂ કબ્જે
ભાવનગર, તા. ૧૪ : પોલીસ અધિક્ષક પી.એલ.માલ તથા ના.પો.અધિ. પીરોજીયાનાઓએ દારૂ-જુગાર ની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવાની સુચના આપેલ હોય જે સુચના અન્વયે પી.એસ.આઇ. ટી.એસ.રીઝવી સાહેબને મળેલ બાતમી આધારે તેઓ તથા સ્ટાફના એ.એસ.આઇ. એ.ડી.પંડ્યા તથા પો.કોન્સ. ભગવાનભાઇ સાંબડ તથા પો.કોન્સ. હીપાભાઇ મકવાણા તથા પો.કોન્સ. પ્રવિણસિંહ વાળા વિ. મળેલ બાતમી હકીકત આધારે વલ્લભીપુર ભ્ઞ્સ્ઘ્ન્ ઓફીસ સામે આવેલ વાડામાંથી રોયલ ચેલેન્જર ગોલ્ડ વ્હીસ્કી ની ૭૫૦ પ્ન્ ઇગ્લીશ દારૂની બોટલ નંગ- ૨૩ કિ.રૂ. ૬૯૦૦/- તથા રોકડ રૂપીયા ૭૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૩૫૦૦/- મળી કુલ રૂપીયા ૧૭,૪૦૦/- ના મુદામાલ સાથે આરોપી કિર્તીભાઇ ઉર્ફે પિન્ટૂ નિરૂભાઇ બારૈયા પકડી પાડેલ તેમજ આરોપી નં-૨ જીતુભાઇ નાગજીભાઇ ધામેલીયા રહે.વલ્લભીપુરવાળો હાજર મળી આવેલ નહી.જેથી મજકુર બંન્ને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો રજી કરેલ છે.