News of Wednesday, 14th February 2018
હળવદમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી
હળવદઃ દેવાધીદેવ મહાદેવના પાવન પર્વ શિવરાત્રીની હળવદમાં ધામધુમ પૂર્વક ઉજવણી કરાઇ છે અનેક શિવ મંદિરો ભકતોની ભીડ જોવા મળી હતી. વહેલી સવારેથી જય મહાદેવ, બમબમ બોલેનો નાદ ગુંજયો હતો મહાઆરતી, ધજા પુજા અર્ચના સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં અને શિવ મંદિરોમાં ભકતોની દર્શનાર્થે ભીડ જોવા મળી હતી ભાંગનો પ્રસાદ મંદિરોમાં ભકતોને આપવામાં આવેલ ભકતો ભાવ વિભોર બની મહાદેવની ભકિતમાં લીન બન્યા હતાં. (તસ્વીર-અહેવાલઃ હરીશ રબારી-હળવદ)
(11:31 am IST)