સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th February 2018

તળાજાઃ બાકીદારો વિરૂધ્ધી ઢોલ ટીંપવામાં આવશે

તળાજા તા. ૧૪ :.. તળાજા નગરપાલીકાની તિજોરીમાં દર વર્ષે સરકારના ટાર્ગેટ કરતા ઘણી જ ઓછી આવક આવે છે. શહેર જાણે બોડી-બામણીનું ખેતર હોય તે રીતે અનેક મિલ્કત ધારકો વર્તે છે. ચૂંટાયેલ પ્રતિનિધિઓ પાલીકા દ્વારા કડક ઉઘરાણી કરવા દેતા નથી. જેના કારણે સ્વભંડોળ જે ઉભુ થવુ જોઇએ સ્થાનિક કરવેરાને લઇ તે થતુ નથી.

વર્તમાન સમયે ચૂંટણી જંગ જામ્યો છે. અને લોક પ્રતિનિધીઓ ચૂંટણીમાં વ્યસ્ત બન્યા છે. ત્યારે ચીફ ઓફીસર દ્વારા જાહેર કરવામાં આવેલ અખબારી યાદીમાં મિલ્કત ધારકોને જણાવેલ છે કે આ માસના અંત સુધીમાં કરવેરો ભરવામાં નહીં આવે તો નળ-ગટર કનેકશનો બંધ કરવા, ઢોલ વગાડવા, મિલ્કત ટાંચમાં લેવા તથા મિલકત જપ્તી કરવા જેવી સખથાઇથી કાર્યવાહી કરવામાં આવશે. પાલીકા દ્વારા અપાયેલ ચિમકી અંગેની કાર્યવાહી ભૂતકાળમાં કયારેય થયેલ જોવા મળી નથી.

(11:28 am IST)