સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

ધોરાજીના ઝાંઝમેર ગામે સોની વેપારીને લૂંટીલેનાર ચાર પર પ્રાંતીય ખેત મજુર ઝડપાયાં

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી : ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે સોની વેપારીને લૂંટી પાંચ લેનાર પરપ્રાંતિય ચાર મજૂરો ઝડપાયા છે,.
ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે ત્રણ દિવસ પૂર્વે ઉપલેટાના સોની વેપારી રમેશભાઈ અમૃતભાઈ જોગીયાને ઝાંઝમેરથી ઉપલેટા પરત આવતી વખતે અજાણ્યા મોટરસાયકલ ચાલકોએ સોની વેપારીને ધક્કો દઈ તેમની પાસેથી સોના ચાંદીનો ખેલો ઝૂંટવી લઇને નાસી ગયેલ જે બાબતે ધોરાજી પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ મામલે રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાંચ અને ધોરાજી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ઝાંઝમેર ગામે સીસીટીવી કેમેરામાં બે ઈસમો શંકાસ્પદ રીતે નજરે પડતા બંને ઈસમોની અટકાયત કરી પૂછપરછ કરી હતી જે ઈસમોમાં ઝાંઝમેર ગામે રહી ખેત મજૂરી કરતા મુકેશ સામજી પરમાર તથા લાલચંદ ઉર્ફે ગુલાજી ભુરીયા ની પોલીસે ઝીણવટભરી પૂછપરછ કરતા થયેલી લૂંટમાં તેઓ પોતે બંને તેમજ તેમના અન્ય બે સંબંધી દિલીપ કારૂભાઇ ભુરીયા અને રાહુલ સુરેશભાઈ ભુરીયા આ ચારેય શખ્સોએ સાથે મળી કાવતરું રચી રેકી કરી બનાવના દિવસે ઝાંઝમેર થી સુપેડી ગામની વચ્ચે સોની વેપારી રમેશભાઈ જોગીયા નો પીછો કરી તેમને પાછળથી માથાના ભાગે ચાલુ વાહને થપ્પડ મારતા સોની વેપારી મોટર સાયકલ પરથી પડી ગયેલ ત્યાર બાદ આરોપીઓએ મરચાની ભૂકી છાંટી સોની વેપારી નો થેલો ઝુંટવી ભાગી ગયેલ ત્યારબાદ આ બધા આરોપીઓ ઝાંઝમેર ગામે મુકેશ શામજી પરમાર ના ઝુંપડા પાસે એકઠા થયા હતા. ત્યારે ધોરાજી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ ડી સ્ટાફના રમેશભાઈ બોદર લોકલ ક્રાઇમ બ્રાંચના કૌશિકભાઇ જોશી સહિતના સ્ટાફે ચાર ઇસમોને ઝડપી લીધા હતા.
આરોપીઓ પાસેથી રૂપાનાં નાના-મોટા સાંકડા ની જોડી ૨૭, કડલી, બંગડી, રૂ.૧૦૩૦૦/- રોકડ કુલ મળી ૭૫૪૪૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સમગ્ર મામલે ડીવાયએસપી સાગર કુમાર બાગમાર એ જણાવેલ કે આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે હવે તેઓના કોર્ટ સમક્ષ રિમાન્ડ માગવામાં આવશે રિમાન્ડ દરમિયાન આરોપીઓએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

(7:57 pm IST)