સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

મહુવા બેઠક ઉપર આ વખતે વિધાનસભાના ઉમેદવાર તરીકે વલ્લભભાઇ જોવીયા મેદાન મારી જાય તો નવાઇ નહીં !

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૫: ઉત્ત્।ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી લગભગ તમામ રાજકીયપક્ષોએ પુર્ણ કરી દીધી છે. બસપા, સપાએ પોતાના ઉમેદવારો લગભગ જાહેર કરી દીધા છે. મુખ્ય રાજકીયપક્ષ ભાજપે પ્રથમ ચરણની દોઢસો બેઠકો માટે મુરતીયા નક્કી કરી સેન્ટ્રલ કમીટીને ફાઈનલ યાદી મોકલી આપી છે. હવે કમુરતા પતે એટલે પ્રથમ યાદી જાહેર કરવી દેવામાં આવશે. આ ઉપરાંત ચાર રાજયોમાં ચૂંટણી માટે ભાજપે સખત કવાયત હાથ ધરી છે. ઉત્ત્।ર પ્રદેશની ચૂંટણી પર ગુજરાતના રાજકીય નીષ્ણાંતો બારીક નજર રાખી રહ્યાં છે. કારણ કે ઉત્ત્।ર પ્રદેશ બાદ સૌથી મહત્વનુ ચૂંટણી આગામી ડિસેમ્બરમાં ગુજરાતની યોજાવા જઈ રહી છે. આ સ્થીતીમાં ઉત્ત્।ર પ્રદેશમાં જે રીતે ટિકિટોની ફાળવણી થઈ રહી છે, જે પેટર્ન પર ઉમેદવારોની પસંદગી થઈ રહી છે તેના પર ભાજપના વર્તમાન ધારાસભ્યો, પ્રધાને અને ટિકીટવાંછુઓ નજર નાંખી રહ્યાં છે.

આ વર્ષે તમામ એકસો બ્યાંસી બેઠક પરઙ્ગ રાજનીતીનો તલસ્પર્શી અભ્યાસ કરી દરેક બેઠકનુ વર્ગીકરણ કરાશે.

એક સમયે સૌરાષ્ટ્રનુ પેરીસ ગણાતુ મહુવા ભાજપની પરંપરાગત બેઠક ગણાય છે. મહુવાનો ગુજરાતના રાજકારણ પર ખુબ મોટો પ્રભાવ રહ્યો છે. આ એ શહેર છે જે હાલ ડૂંગળી, લસણના ડિહાઈડ્રેશન પ્લાંટ માટે પ્રસિધ્ધ છે પરંતુ એક સમયે મહુવા વિખ્યાત બંદર હતુ. મુખ્યપ્રધાન છબીલદાસ મહેતાથી લઈ જસવંત મહેતા સુધીના ધુરંધર નેતાઓ મહુવાએ આપ્યા છે. પ્રજા સમાજવાદના સમયે પણ મહુવા રાજકીય રીતે ગુજરાતના કેન્દ્ર સ્થાને હતુ. ડો. કનુભાઈ કળસરીયા ભાજપમાંથી ત્રણ ટર્મ ચૂંટાયા. જો કે કેશુબાપાના ગૃપના હોવાથી મોદી સામે બળવો કર્યો અને ત્યાર બાદઙ્ગ આ બેઠક પર હાલ ધારાસભ્ય આર.સી. મકવાણા ચૂંટાયા છે. અગાઉ તેમના ધર્મપત્ની ભાવનાબહેન મકવાણા બે ટર્મ ધારસભ્ય રહ્યાં., મહુવામાં છેલ્લી ત્રણ ટર્મમાં ભાજપ વિજયી બન્યુ તો તેનો મહત્વનો ફાળો અપક્ષ તરીકે ચૂંટણી લડતા લોકપ્રિય પ્રજાનેતા ડો. કનુભાઈ કળસરિયા છે. મહુવા બેઠક પર કોળી સમાજ, પંચોળી સમાજ અને મુસ્લીમ સમાજના મતો ખુબ મહત્વના છે. જો કે બાકીની જ્ઞાતીઓ પણ બેઠકમાં હારજીત નક્કી કરે શકે પરંતુ મુખ્ય મતદાન કોળીજ્ઞાતીનુ છે.

જે રીતે સી.આર.પાટીલના ભાજપ અધ્યક્ષ બન્યા બાદ ગુજરાતમાં તમામ મંત્રીઓને હટાવી દેવામાં આવ્યા, જુના નેતાઓને સ્થાને નવા ફ્રેશ ચહેરાઓને સ્થાન આપવાનો પ્રયાસ ચાલુ કરવામાં આવ્યો છે એ જોતાઙ્ગ આ વખતે મહુવા વિધાનસભામાં પણ કદાચ ત્રણ ટર્મથી ટિકીટ પોતાના પરિવાર પાસે રાખેલા આર.સી.મકવાણાને પક્ષ વિરામ આપી નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે.

જો મહુવામાં કોઈ નવો અને બીન વિવાદાસ્પદ ઉમેદવાર ઉતારવામાં આવે તો પ્રથમ સ્થાને હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વલ્લભભાઈ જોળીયા પ્રથમ સ્થાને આવે. આ ઉપરાંત બાબુભાઈ જોળીયા, પ્રવિણ ટાંક પણ મજબુત ઉમેદવાર ગણી શકાય.  વલ્લભભાઈ જોળીયા કદાચ બે હજાર બાવીશની વિધાનસભાની ચૂંટણીમાં મેદાન મારી જાય તો નવાઈ નહી.  હિરા ઉદ્યોગના લગભગ ત્રીસ હજાર કારીગરો પર પકડ ધરાવનાર વલ્લભભાઈ કોળી જ્ઞાતીના સર્વમાન્ય અગ્રણી તરીકે સ્વીકૃત છે. કોળી જ્ઞાતીમાં શૈક્ષણિક ક્રાંતી માટે અગાઉ જીલ્લા પંચાયતમાં હતા ત્યારે ઉતકૃષ્ટ કામગીરી કરી ચુકયા છે. પોતાના પરિવારમાં પણ ડોકટરો, સીએ વગેરે ઉચ્ચ અભ્યાસ કરનાર બાળકો સમાજને પ્રેરણા આપી શકે તેમ હોય ભાજપ કદાચ આ વખતે મહુવામાં સાવ સરળ વ્યકતીત્વ ધરાવનાર વલ્લભભાઈ જોળીયાને અજમાવી શકે તેમ છે. જો કે આ તો હજુ જો અને તોની વચ્ચે લટકતો સવાલ છે. હજુ તો વિધાનસભાની ચૂંટણીની ઉમેદવારી માટે ભાજપ કાર્યકરો અને ટિકિટ વાંછુઓને સો ગાળણે ગાળશે અને ત્યાર બાદ મુરતિયાને વરમાળા પહેરાવશે.

(12:01 pm IST)