સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

મેં અંધેરા થા મગર મુજ મેં 'રોશન'ને જગા બના લી

 

લોધીકાઃ હાલ ગ્રામ-પંચાયતની ચૂંટણી જતા આજથી પાંચ વર્ષ અગાઉ ૨૦૧૭માં પોતાના દમ ઉપર ચૂંટણીનો જંગ જીતેલા રોશનભાઇ પોતાની જીંદગીનો જંગ હારી ગયા. ખુશી હતી તે માતમમાં ફેરવાઇ ગઇ.

કોરોના જેવી બે વર્ષની સંકટમાં લોધીકા ગામ તથા આજુબાજુના ગામનાં લોકો મુશ્કેલ પરિસ્થિતિમાં સદૈવ યાદ કરતા લોકો માટે 'રોશન' અમર થઇ ગયા.

આજેય  ગરીબ લોકો માટે કાયમી સંભારણું બની ગયેલા એવા 'દુઃખીયાના બેલી' રોશનભાઇને લોકો હૃદયથી સંભાળે છે.

મેં અંધેરા હું તો અફસોસ કયાં કરૃ....

ગુરૃર હૈ 'રોશન'કા જીસકા વજુદ મુજ મેં હૈ... મીત્ર અને સંબંધીઓનું ઘણું વર્તુળ મોટુ હોવાથી દર વર્ષે તેમની વાર્ષિક પુણ્યતીથી હોય ત્યારે શ્રધ્ધાંજલી આપવા ભેગા થાય અને કબર પર ફુલ ચડાવી તેની યાદમાં ગરીબ અને જરૃરીયાતમંદ વ્યકિતઓને ઉપયોગી વસ્તુનું દાન કરી. રોશનની કાયમી યાદ તાજા કરે છે. રોશનભાઇ સાથે નીકટતમ અને સૌથી વધુ સમય ગુજારનાર ચાંદલી ગામના શિક્ષક હસમુખરાય ગોહેલ એક યાદીમાં  રહેલ છે કે એક દિયા ઉનકે નામ કા ભી રખના, પુજા કી થાલી મેં, 'રોશન' કી સાંસે થમ ગઇ, ગરીબો કી રખવાલી મેં

(11:54 am IST)