સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

સૌરાષ્‍ટ્ર - કચ્‍છ સ્‍પેસ સ્‍ટેશનનો અદ્‌ભૂત નજારો જોવા મળ્‍યો

૭ યાત્રિકો સાથેનું સ્‍પેસ સ્‍ટેશન ૪૦૮ કિ.મી. ઉંચાઇએ પૃથ્‍વીની પ્રદશિક્ષા કરી

રાજકોટ તા. ૧૫ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં કાલે શુક્રવારે સાંજના ૭.૩૦ વાગ્‍યે સ્‍પેશ સ્‍ટેશનનો અદ્‌ભૂત નજારો જોવા મળ્‍યો હતો. લોકોએ ૭ યાત્રિકો સાથેના આ સ્‍પેસ સ્‍ટેશનને નરી આંખે નીહાળ્‍યું હતું.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કાલે ૭.૩૩ થી ૭.૩૭ દરમિયાન જુદા-જુદા વિસ્‍તારોમાં સ્‍પેસ સ્‍ટેશનનો નજારો જોવા મળ્‍યો હતો.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે શુક્રવારે ઢળતી સાંજે સ્‍પેસ સ્‍ટેશન જોવા મળ્‍યું હતું. પૃથ્‍વીની બહાર ૪૦૮ કિલોમીટરની ઉંચાઇએ રહીને પૃથ્‍વીની પ્રદક્ષિણા કરી રહેલા આ ચમકતા તારા જેવા ઇન્‍ટરનેશલ સ્‍પેસ સ્‍ટેશનને આકાશમાં નરી આંખે ગણતરીની મિનિટો સુધી લોકોએ નિહાળ્‍યું હતું.
ઓખા
ગઈકાલે ૧૪ જાન્‍યુઆરી શુક્રવાર ના રોજ ઓખાના આકાશમાં દરિયાકિનારે વ્‍યોમાણી માતાના મંદિર પાસે ઈન્‍ટરનેશનલ સ્‍પેસ સ્‍ટેશનને નરી આંખે ખૂબ જ ચમકતા સ્‍વરૂપે જોઈ શકાયું હતું. આ અદભૂત દ્રશ્‍ય જોઈ લોકો આヘર્યચકિત અને રોમાંચિત થઈ ગયા હતા.
૪૦૮ કિલોમીટરની ઊંચાઈએ રહીને પૃથ્‍વીની પ્રદક્ષિણા કરી રહેલા સ્‍પેસ સ્‍ટેશન માં હાલ સાત યાત્રીઓ પ્રવાસ કરી રહેલ છે. આ યાન મધ્‍ય આકાશમાંથી પસાર થતી વખતની પાસે ખૂબ જ સરસ રીતે નિહાળી શકાયું હતું.
૭૩ મીટર લાંબુ અને ૧૦૯ મીટર પહોળું આ યાન પૃથ્‍વીની પ્રદક્ષિણા કરે છે. અવકાશ સંશોધન ક્ષેત્રે ઉપયોગી આ સ્‍પેસ સ્‍ટેશન ખૂબ જ ચમકતું નરી આંખે સ્‍પષ્ટ જોઈ શકાયું હતું.
ઓખા ઉપરાંત સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં સાંજના સમયે આ સ્‍પેસ સ્‍ટેશન પસાર થયેલ હતું અને મોટી સંખ્‍યામાં લોકો એ જોયું હતું.


 

(11:36 am IST)