પરેશ ધાનાણીના પ્રયત્નથી વડિયા- બરવાળા બાવળ- ભુખલી સાણથલી રોડ છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર, કામ શરૃ થતા હાસકારો
ભાજપ ખોટો જસ ખાટવા આગળ આવતું હોવાનો કોંગી અગ્રણીઓનો દાવો
(ભીખુભાઈ વોરા દ્વારા)વડીયા, તા.૧૫: વડિયા તાલુકાના બરવાળા બાવળ અને ભુખલી સાણથલી રોડ છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં હતો ત્યારે આ અંગે બરવાળા અને ભુખલી સાણથલીના ગામજનો દ્વારા અવારનવાર વડિયા અમરેલી ના ધારાસભ્ય પરેશ ધાનાણીને રજુઆત કરતા તેમને સરકારમાં રજુઆત કરી વડિયાને જોડતા તમામ ગામના રોડ રસ્તાઓ મંજુર કરાવ્યા હતા. પરંતુ કોંગી ધારાસભ્ય જસના ખાટે તે માટે ભાજપ દ્વારા આ કામમાં ઉપરથી સૂચના આપી ઢીલાસ રાખવામાં આવી હતી. ત્યારે ૨૧/૦૮ના રોજ સંકલનની મિટિંગમાં પરેશ ધાનાણી દ્વારા આ તમામ રસ્તાના કામ શરૃ કરવા માટે ઉગ્ર રજુવાત કરતા તાત્કાલિક કામ શરૃ કરવાની ફરજ પડી હતી. ભાજપના આગેવાનો દ્વારા આ રોડના કામનુ ખાતમુરત કરી શરૃ કરાવતા કોંગ્રેસ દ્વારા રજુવાત અને સંકલનમાં ઉઠાવેલ પ્રશ્નો બાબતેના ડોક્યુમેન્ટ રજુ કરી ભાજપ ખોટો જસ ખાટતુ હોવાનુ જણાવ્યું હતૂ. આ વડિયા - બરવાળા બાવળ -ભૂખલી સાંથળીના રોડનુ પાંચ વર્ષ બાદ કામ શરૃ થતા રહેદારીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.