સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોરોના કેસમાં સતત વધારાથી ચિંતા

ભાવનગર ૨૫૫, કચ્‍છ ૧૦૧, ગોંડલ-૨૧, મોરબી ૩૮, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૫૨, જૂનાગઢમાં ૪૯ પોઝીટીવ કેસ નોંધાયા

રાજકોટ,તા. ૧૫ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોરોના કેસમાં સતત વધારો થતા ચિંતા પ્રસરી ગઇ છે.
ગઇ કાલે એક જ દિવસમાં ભાવનગરમાં ૨૫૫, કચ્‍છમાં ૧૦૧, ગોંડલમાં ૨૧, જૂનાગઢમાં ૪૯ પોઝીટીવ કેસ નોંધાયા હતા.
જ્‍યારે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બે દિવસમાં ૫૨ પોઝીટીવ કેસ નોંધાયા છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં કોરોના ના વધુ ૨૫૫ કેસ નોંધાતા એક્‍ટિવ દર્દીઓનો કુલ આંક વધીને ૧૦૯૮ એᅠ પહોંચ્‍યો છે.
ભાવનગરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર શહેરમાં ૨૨૫ નવા કેસ નોંધાયા હતા જેમાં ૧૧૭ પુરુષનો અને ૧૦૮સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો , જયારે ૫૧ દર્દીઓ કોરોનાને માત આપી હતી , જયારે ગ્રામ્‍યમાં પણ ૩૦ કેસ નોંધાયા હતા , જયારે ગ્રામ્‍યમાં ૬ દર્દીઓએ કોરોનાને માત આપી હતી, ભાવનગર મહાનગરપાલિકા વિસ્‍તારમાં ૫૧ અને તાલુકાઓમાં ૦૬ કેસ મળી કુલ ૫૭ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્‍ત થતા તેને હોસ્‍પિટલમાંથી રજા અપાઈ છે . ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્‍ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્‍વસ્‍થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્‍પિટમાંથી રજા આપવામાં આવી હતી . આમ, શહેરમાં દર્દીની સંખ્‍યા વધીને ૯૪૩ પર પોહચી છે. જયારે ગ્રામ્‍યમાં ૧૫૪ દર્દી મળી કુલ ૧૦૯૭ એક્‍ટિવ કેસ થયા છે . ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૨ હજાર ૮૨૯ કેસ પૈકી હાલ ૧૦૯૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્‍યાર સુધીમાં જિલ્લામાં ૩૦૧ દર્દીઓનું અવસાન થયું છે.
કચ્‍છ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ : (ભુજ) ઠંડી સાથે કચ્‍છમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા ચારેક દિવસથી દરરોજના કેસનો આંકડો વધીને ૧૦૦ ની ઉપર રહ્યો છે. નવા ૧૦૧ કેસ સાથે કચ્‍છમાં અત્‍યારે કુલ એક્‍ટિવ દર્દીઓનો આંકડો ૫૬૧ થયો છે. જોકે, રાહતની વાત એ છે કે હોસ્‍પિટલ કરતાં ઘેર સારવાર લેનારા વધુ છે.
ગોંડલ
(ભાવેશ ભોજાણી દ્વારા)ગોંડલઃ આજે ગોંડલ શહેરી/ગ્રામ્‍ય વિસ્‍તારમાં કુલ ૨૧ (એકવીસ) કોવિડ પોઝીટીવ કેસ આવેલ છે.
ગોંડલ શહેરી વિસ્‍તાર /ગ્રામ્‍ય વિસ્‍તાર ના દાસી જીવનᅠ (ર કેસ), ગોંડલ, ભોજરાજપરા, (૩ કેસ),ગોંડલ, સ્‍ટાફ ક્‍વોટર્સ (૩ કેસ), ગોંડલ,બસ સ્‍ટેન્‍ડ,(૧ કેસ),ગોંડલ,ᅠ સ્‍વસ્‍તિક સોસાટી(૧ કેસ),ગોંડલ,આવાસ ,(૧ કેસ),ગોંડલ,યોગી નગર ,(૨ કેસ ),ગોંડલ, કૈલાસસબાગ (૧ કેસ) ગોંડલ. હાઉસિંગ સોસાઈટી (૧ કેસ) આશાપુરા મંદિર (૧ કેસ) જેલ ચોક (૧ કેસ ) મોટી બજાર (૧ કેસ) પટેલ કોલોની (૧ કેસ) મોવૈયા (૧ કેસ)શેમળા. (૧ કેસ) આવેલ છે.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયાઃ સમગ્ર રાજ્‍ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોનાના આવી રીતે નવા કેસો નોંધાઇ રહ્યા છે. છેલ્લા બે દિવસ દરમિયાન કોવિડના નવા ૫૨ દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં ગુરૂવારે દ્વારકા તાલુકાના ૧૬, ભાણવડ તાલુકાના ૯ અને ખંભાળિયા તાલુકાના ૩ મળી કુલ ૨૮ દર્દીઓ જ્‍યારે ગઇ કાલે શુક્રવારે ખંભાળિયા અને ભાણવડના ૮-૮, દ્વારકાના ૫ અને કલ્‍યાણપુરમાં ૩ નવા કેસ મળી, ૨૪ દર્દીઓ એક દિવસમાં નોંધાયા છે.
આરોગ્‍ય વિભાગ દ્વારા કોરોનાનું ટેસ્‍ટિંગ વધારી ગુરૂવારે ૧૫૪૩ અને શુક્રવારે ૧૨૮૨ કોવિડ ટેસ્‍ટ કરાયા હતા. આ વચ્‍ચે ગુરૂવારે ૧૦ અને ગઇ કાલે શુક્રવારે ૧૧ મળી કુલ ૨૧ દર્દીઓને સ્‍વસ્‍થ જાહેર કરવામાં આવ્‍યા છે.
જૂનાગઢ
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢઃ જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત રહેતા વધુ ૪૯ કેસ નોંધાયા છે.
ગત સપ્‍તાહથી જૂનાગઢ જિલ્લામાં રફતાર પકડી છે. બુધવારે જિલ્લામાં કુલ ૮૫ કેસ આવ્‍યા હતા. જેમાં જૂનાગઢ સીટીમાં ૬૮ કેસ હતા.
જો કે ગઇ કાલે જિલ્લામાં નવા કેસમાં આંશિક ઘટાડો થતા કુલ ૫૨ કેસ આવ્‍યા હતા. જેમાં જૂનાગઢ સીટીમાં ૪૯ કેસની એન્‍ટ્રી થઇ હતી.
જૂનાગઢ તાલુકામાં ૧ અને માણાવદર -મેંદરડામાં એક-એક કેસ આવ્‍યો હતો.
જૂનાગઢ શહેરના નવા ૪૯ કેસની સામે ૬૦ દર્દી સ્‍વસ્‍થ થતા તેમને હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ કરવામાં આવ્‍યા હતા.
જિલ્લામાં કન્‍ટેનમેન્‍ટ ઝોનની સંખ્‍યા ૧૩૧ છે. તેમની હેઠળ ૩૬૫ ઘર અને ૧૪૯૭ ઝોનન વસ્‍તી છે.
ગુરૂવારે જૂનાગઢ કોર્પોરેશન વિસ્‍તારમાં ૨૫૯૩ અને ગ્રામ્‍યમાં ૯૦૭ મળી કુલ ૩૫૦૦ લોકોનું રસીકરણ થયું હતું.
મોરબી
મોરબી જિલ્લામાં ૧૪ જાન્‍યુઆરીના દિવસે કુલ ૯૦૬ લોકોના કોરોના ટેસ્‍ટિંગ કરાયા હતા. જેમાંથી ૩૮ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્‍યા છે. જેમાં મોરબી શહેરમાં ૧૫ અને તાલુકામાં ૯, વાંકાનેર શહેરમાં ૧ અને તાલુકામાં ૪ તેમજ હળવદ શહેરમાં ૧ અને તાલુકામાં ૫ તેમજ ટંકારા શહેરમાં ૦ અને તાલુકામાં ૧ તેમજ માળિયા શહેરમાં ૦ અને તાલુકામાં ૨ કેસ નોંધાયા છે.
મોરબી જિલ્લામાં ગઇ કાલે નવા ૩૮ કેસની સામે ગઇ કાલે ૩૪ લોકો કોરોનામાંથી સાજા પણ થયા છે. જેમાં મોરબી તાલુકામાં ૩૨ અને ટંકારા તાલુકામાં ૨ લોકોનો સમાવેશ થાય છે. જયારે આજના નવા ૩૮ કેસ અને ૩૪ ડિસ્‍ચાર્જ કેસ બાદ મોરબી જિલ્લામાં કુલ ૩૮૧ એક્‍ટિવ કેસની સંખ્‍યા રહી છે.


 

(11:09 am IST)