ચોટીલાની રેફરલ હોસ્પિટલ કેમ્પસમાં અસામાજિક તત્વોનો અડિંગો : દારૂની ખાલી કોથળી-બોટલો ફેંકી જાય છે
ચોટીલા,તા. ૧૫: સૌરાષ્ટ્રનું મુખ્ય પ્રવેશ દ્વાર એવા ચામુંડા ધામની રેફરલ હોસ્પિટલ કેમ્પસમાં ચોક્કસ સમયે અસામાજીક તત્વો થી લોકો અને સ્ટાફ ત્રસ્ત બની ઉઠયો છે અને પગલા લેવા માંગ ઉઠી છે.
નેશનલ હાઇવે પર આવેલ હોસ્પિટલ કેમ્પસમાં ઇંગ્લીશ દારૂᅠ વેચાતો હોવાની બૂમરેણ છે જેથીᅠ દારૂડિયાઓ પીએમ રૂમ અને કેમ્પસ નજીક અડીંગો જમાવતા હોવાની રાવᅠ છે. કેમ્પસ ની આસપાસ દેશી ની પોટલીઓ અને ઇગ્લીશ ની ખાલી બોટલ ખોખાઓ હોસ્પિટલ કમ્પાઉન્ડ મા જોવા મળે છે. કેમ્પસમાં જ નર્સિંગ સ્કુલ અને હોસ્ટેલ આવેલ છે જેમા છોકરીઓ અભ્યાસ કરે છે,છોકરીઓની હોસ્ટેલ પાસે પણ ચોક્કસ સમયે અસામાજિક તત્વોનો અડીંગો જામતો હોય છે. જેથી અનેક પ્રકારનો દિકરીઓને ત્રાસ અનુભવવો પડતો હોવાની ફરીયાદ ઉઠી છે.
નજીકના સમયમાં હોસ્પિટલ અપગ્રેડ થવાની છે નેશનલ હાઈવે ઉપર છે ગૃહ વિભાગે અહીંયા હોસ્પિટલ પોલીસ ચોકી એક અલગ થઈ મંજુર કરવી જોઈએ અને હાલ અસામાજીક ઇસમો સામે પગલાં લેવા જોઈએ. તેવી માંગણી ઉઠી છે.