સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

કચ્‍છના મુન્‍દ્રામાં અદાણી જૂથ ઇન્‍ટીગ્રેટેડ સ્‍ટીલ પ્‍લાન્‍ટ સ્‍થાપશેઃ ૩૭,૫૦૦ કરોડના ખર્ચે કોરિયન કંપની સાથે સંયુક્‍ત સાહસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૫ : દેશનું ટોચનું ઔદ્યોગિક સમૂહ અદાણી જૂથ હવે સ્‍ટીલ ક્ષેત્રે ઝંપલાવશે. આ નવું સાહસ કોરિયન કંપની સાથેની ભાગીદારીમાં હશે. આ નવા સાહસ અંગે વાયબ્રન્‍ટ ગુજરાત સમિટમાં એમઓયુ કરાયા હતા.
મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની ઉપસ્‍થિતીમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSC0-અદાણી કોલોબરેશન વચ્‍ચે ગાંધીનગરમાં MOU સંપન્ન થયા હતા. વિદેશી કોરિયન કંપની POSCO અને અદાણી કોલોબરેશન વચ્‍ચે ગાંધીનગરમાં થયેલા MOU અંતર્ગત કચ્‍છના મુંદ્રામાં ઇન્‍ટીગ્રેટેડ સ્‍ટિલ મિલ અને અન્‍ય સહયોગી પ્‍લાન્‍ટની સ્‍થાપના થશે. આ પ્‍લાન્‍ટ અંદાજે રૂપિયા ૩૭,૫૦૦ કરોડના સૂચિત રોકાણ સાથે આકાર પામશે તેમજ ૩૪૦૦ થી વધુ લોકોને ડાયરેક્‍ટ અને ઇનડાયરેક્‍ટ એમ્‍પ્‍લોયમેન્‍ટની તકો પૂરી પાડશે.
વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ-૨૦૨૨ સંદર્ભે રાજયમાં વધુ રોકાણો પ્રેરિત કરવાના ઉદ્દેશ્‍ય સાથે રાજય સરકાર અને POSCO-અદાણી વચ્‍ચે આ પ્‍બ્‍શ્‍ થયા છે.
પાંચ મિલીયન ટન કેપેસિટીનો આ સૂચિત ઉત્‍પાદન પ્‍લાન્‍ટ ૨૦૨૬ સુધીમાં કાર્યરત થશે. એટલું જ નહિ, ગ્રીન એનર્જી સાથેનો આ સ્‍ટીલ પ્‍લાન્‍ટ બનશે
મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની ઉપસ્‍થિતીમાં આ MOU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્‍ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા તથા અદાણી ગૃપના સી.ઇ.ઓ કરણ અદાણીએ હસ્‍તાક્ષર કર્યા હતા. આ એમઓયુ દરમ્‍યાન POSCO ઇન્‍ડીયાના સી.એમ.ડી, મુખ્‍યમંત્રીશ્રીના મુખ્‍ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન તેમજ વરિષ્ઠ સચિવો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.



 

(11:43 am IST)