સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

જુનાગઢ જિલ્લાની તમામ શાળાઓ આવતીકાલે બંધ રહેશે : જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ.ઉપાધ્યાય

શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ (સમગ્ર સ્ટાફ) અને વિદ્યાર્થીઓને સળંગ 3 રજાનો લાભ મળશે

જૂનાગઢ : આજે તા,14ના રોજ ઉત્તરાયણના પર્વ નિમિત્તે રાજ્યમાં જાહેર રજા જાહેર કરવામાં આવેલ છે. ચાલુ નાણાકીય વર્ષમાં તા.16/01/2022ના રોજ પણ રવિવારની જાહેર રજા આવતી હોઇ રાજ્યની શાળાઓ અને કોલેજો (ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ)ના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ (સમગ્ર સ્ટાફ) અને વિદ્યાર્થીઓને સળંગ 3 રજાનો લાભ મળે અને પર્વની ઉજવણી તેઓ સારી રીતે કરી શકે તે ધ્યાને લેતાં શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ અને કોલેજો (ઉચ્ચ શિક્ષણ અને ટેક્નિકલ શિક્ષણ)મા તા.15/01/2022 ને શનિવારના રોજ રજા જાહેર કરવાનો નિર્ણય કરેલ છે. ત્યારે જુનાગઢ જિલ્લામાં આવતીકાલે શનિવારના રોજ તમામ શાળાઓમાં રજા જાહેર કરાયાનું જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાય દ્વારા  જણાવાયું છે

(9:39 pm IST)