સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th January 2021

તુ મારી બહેન સાથે કેમ પ્રેમ કરશ? તેમ કહીને જામનગરમાં છરી ઝીંકતા ગંભીર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૫: સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં પાર્થ ઉર્ફે રાજ પ્રવિણભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર શંકર ટેકરી સંતોષી માતાના મંદિર પાસે ફરીયાદી પાર્થ ઉર્ફે રાજ ને આરોપી ગુડો દલાભાઈ સિંગરખીયા, રે. જામનગરવાળા એ કહેલ કે તુ મારી બહેન સાથે પ્રેમ કરશ તેમ કહી ભુંડી ગાળો કાઢતા ફરીયાદી પાર્થ ઉર્ફે રાજ પ્રવિણભાઈ પરમારએ ગાળો બોલવાની ના પાડતા આરોપી ગુડો દલાભાઈ એકદમ ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી પાર્થ ઉર્ફે રાજ પ્રવિણભાઈ પરમારને છાતીમાં ડાબી બાજુ તથા ડાબા પડખામા તથા જમણા હાથની કલાઈ ઉપર તથા ડાબા હાથની કોણી ઉપર મારી નાખવાના ઈરાદે છરીના જીવલેણ ઘા મારી ગંભીર ઈજાઓ કરી ગુનો કરેલ છે.

સતાપરની વાડીમાંથી ઈલેકટ્રીક મોટર સહિતના મુદામાલની ચોરી

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં વિજયભાઈ ચનાભાઈ રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, સતાપર ગામની સીમ ફરીયાદ વિજયભાઈની વાડીમાં ખુલામાં રાખેલ ઈલેકટ્રીક મોટર સીંગલ ફેઈસની કિંમત રૂા.રપ૦૦/- તથા કોપરના વાયરના ૭ બંડલ આશરે ૭૦૦ મીટર લંબાઈનો કિંમત રૂા.૧૦પ૦૦૦/- તથા જુની ઈલેકટ્રીક સબમર્શીબલ મોટર કિંમત રૂા.૪૦,૦૦૦/- તેમજ અંડર ગ્રાઉન્‍ડ પાણીની પાઈપ લાઈનમાં ઉપયોગમાં લેવાના બોલ વાલ્‍વ નંગ-૯, કિંમત રૂા.૪પ૦૦૦/- મળી કુલ રૂા.૧,૯ર,પ૦૦/- ની કોઈ ચોરી ઈસમે ફરીયાદી વિજયભાઈની વાડીમાં પ્રવેશ કરી ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

લાલપુરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અખ્‍તર હાજીભાઈ નોયડાએ ફરીયાદ નોંધાવી છે કે, ધરારનગર લાલપુરમાં આરોપી કારાભાઈ દેવાભાઈ નંજાર, લાલદાસ, જયંતીલાલ ધાણીદારીયા, કરસનભાઈ પરમાર, કાનજીભાઈ લાલજીભાઈ પરમાર, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડ રકમ રૂા.પપર૦ ના મુદામાલ  સાથે ઝડપાઈ ગયેલ છે.

ગાળો બોલવાની ના પાડતા મારમાર્યાની ત્રણ સામે રાવ

સીટી એ પોલીસ સ્‍ટેશનમાં પ્રફુલભાઈ ચુનીભાઈ કનખરા ફરીયાદ નોંધાવી છે કે, હવાઈ ચોક, ભાનુશાળી વાડ, ટીંબાફળી, જામનગરમાં ફરીયાદી પ્રફુલભાઈ  પોતાની અગાસી પર બેસેલ હોય અને આરોપીઓ હિતેન ગોપાલ શેરાજી, વીકી મહેશભાઈ શેરાજી, સાગર ઉર્ફે લાયટર ભરતભાઈ શેરાજી, રે. જામનગરવાળા દારૂ પી બાજુની અગાસીમાં પતંગ ચગાવતા હોય અને ગાળો બોલતા હોય જેથી ફરીયાદી પ્રફુલભાઈ તેને ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્‍કેરાઈ જઈ આરોપી હિતેન એ ફરીયાદી પ્રફુલભાઈ ને માથામા લાકડાના ધોકાનો ઘા કરી તથા આરોપી વિકી શેરાજી, સાગર ઉર્ફે લાયટર ભરતભાઈ શેરાજી ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી ફરીયાદી પ્રફુલભાઈને માથાના ભાગે ઈજા કરી તથા શરીરે મુંઢ ઈજા કરી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

કંકાસથી કંટાળી જઈ વૃઘ્‍ધે ગળાફાંસો ખાઈ આયખું ટુકાવ્‍યું

અહીં ગણેશવાસ, સમાપીરના મંદિર પાસે રહેતા સંજયભાઈ ભાણજીભાઈ વાલજીભાઈ રાઠોડ, ઉ.વ.૩ર એ સીટી એ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, ભાણજીભાઈ વાલજીભાઈ રાઠોડ, ઉ.વ.પપ, રે. ફુલીયા હનુમાન, ગણેશવાસ, સમાપીરના મંદિર પાસે, જામનગરવાળા ને દારૂ પીવાની ટેવવાળા હોય અને અવાર-નવાર દારૂ પી ઘરે આવતા હોય અને ઝઘડા કરતા હોય જેથી મરણજનાર ભાણજીભાઈ આ કંજીયા કંકાસથી કંટાળી જઈને પોતાની જાતે પોતાના ઘરે પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ જતા મરણ થયેલ છે.(

(1:42 pm IST)