સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th January 2021

રાજુલાનાં રામપરા-રના પૂર્વ સરપંચના પિતા સહીત અન્‍ય શખ્‍સો સામે લેન્‍ડ ગ્રેબીંગ કેસ

(શિવકુમાર રાજગોર દ્વારા) રાજુલા, તા., ૧પઃ રાજુલાના રામપરા-ર ગામની ૪ર પૈકી સરકારી પડતર જમીનમાંથી જે તે સમયે સાથણીમાં કાયમી ધોરણે ફાળવવામાં આવેલ તે સાથણીવાળી જમીનના વેચાણ દસ્‍તાવેજ કરી આપેલ હોય જે ઉપરોકત જમીનનો પ્રથમવાર વેચાણ દસ્‍તાવેજમાંની ચતુઃસીમા તથા હાલ ઉપરોકત સાથણી વાળી જમીનની કબજા પાવતી મામલતદારની કચેરીમાં રેકર્ડ પર તથા સાથણીદાર પાસેથી મળી આવેલ ન હોય પરંતુ ત્‍યાર બાદ ઉપરોકત જમીનના વેચાણમાં જણાવેલ કરતા ચતુઃદીશ અલગ હોય જેથી ઉપરોકત આરોપીઓએ સાથણી જમીન ખરીદ કરતા વિપરીત જગ્‍યાએ જાહેર માર્ગને અડીને સારૂ લોકેશન ધરાવતી મિલ્‍કત ઇરાદાથી જુદી જુદી ચતુઃ સીમા દિશા દર્શાવી સરકારશ્રીને બીન આકારણી પડતર જમીનનો વેચાણ કરી સાતણીવાળી ખરીદ કરેલ જમીનમાંથી ૫ લાખ ટનથી વધુ માટીનું ખોદકામ કરી આ જમીન પર પ૦ ફુટથી ૬૦ ફુટનું ઉંડુ તળાવ બનાવી સરકારશ્રીની કિંમતી જમીનમાં કોઇ પણ જાતની કાયદેસરની માહીતી ન હોય છતા પોતાની માલીકીની બતાવી, ખોટી ચતુઃદિશાના આધારે, કોન્‍ટ્રાન્‍સ  લોજેસ્‍ટીક પ્રા.લી. તથા કંપનીઓને ગેરકાયદેસર તથા અનધિકૃત રીતે ખોટા વેચાણ દસ્‍તાવેજ બનાવી ઠગાઇ કરવાના હેતુથી સરકારશ્રી સાથે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરી ખોટા દસ્‍તાવેજો હોવાનું જાણવા છતા ખરા તરીકે ઉપયોગ કરી ગુન્‍હો કર્યા બાબત આ કામે અમરેલી એસપીના માર્ગદર્શન નીચે મુજબની કલમો આરોપી સામે કલમ ધ ગુજરાત લેન્‍ડ ગ્રેબીંગ એકટ તથા કલમ ૪૦૬, ૪૨૦, ૪ં૬૫, ૪૬૭, ૪૬૮ વિગેરે કલમ મુજબનોગુન્‍હો દાખલ કરેલ છે.

 આરોપીઓ અને બીન અન્‍ય ઇસમોની કડકાઇથી પુછપરછ કરવામાં આવે તો  હજુ આ પ્રકરણમાં મોટા પોલીસ અધીકારીના નામનો ઉપયોગ કરનારા ઉદ્યોગ પતિ તેમજ બીજા અન્‍ય ઇસમોના નામો બહાર આવે તેમ હોવાનું લોકમુખે ચર્ચાઇ રહયું છે.

પાંચ લાખ ટન જેટલી માટી વગર પરમીટે અને વગર રોયલ્‍ટીએ કયા ઉદ્યોગગૃહમાં ગઇ તેના પરથી પણ પડદો ઉંચકાય તો આ વિસ્‍તારમાં કેટલી લીઝ ચોરી થાય છે તે પણ ખુલે તેમ છે. તથા પડદા પાછળના કલાકારો પણ સામે આવે તેમ હોવાનું લોકોમાં ચર્ચાઇ  રહેલ છે.

(1:35 pm IST)