સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th January 2021

પોરબંદરઃ એરફોર્સમાં નોકરી આપવાની લાલચ આપી છેતરપીંડી કરી નાસી જનાર આરોપી ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧પ : એરફોર્સમાં નોકરી આપવાની લાલચ આપીને યુવાનો પાસેથી પૈસા લઇને નોકરી નહી અપાવીને છેતરપીંડી કરીને સાત માસથી ફરાર થઇ ગયેલ ભરૂચના જાકોરગામના અનિરૂદ્ધસિંહ ફતેસિંહને પોલીસે પકડી પાડેલ છે.

પોલીસ મહાનિર્દેશકની કચેરી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્‍વેઝ ગાંધીનગરની કચેરી તરફથી નાશતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને અસરકારક કામગીરી કરવા જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ નિરીક્ષકશ્રી મનીન્‍દર પ્રતાપસિંહ પવારના માર્ગદર્શન મુજબ પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી કડો.રવિ મોહન સૈની દ્વારા પેરોલ/ફર્લો સ્‍કોડની ટીમને સુચના કરવામાં આવેલ જે અન્‍વયે ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનમાં કલમ ૪૦૬, ૪ર૦, ૧ર૦ (બી) આરોપી અનીરૂદ્ધસિંહ ફતેસીંહ રાજ રહે.નીકોસ ગામ તા.જી.ભરૂચ વાળોછેલ્લા સાતેક માસથી નાશતો ફરતો હોય આ આરોપીને ઝડપી પાડવા ઇ/ચા પોલીસ સબ ઇન્‍સ.એચ.સી.ગોહિલ પેરોલ ફર્લો સ્‍કોડનાઓએ આરોપી અંગે માહિતી એકત્રીત કરી મજકુર ભરૂચ ખાતે પોતાના વતન ખાતે હોવાની હકિકત મળતા પેરોલ/ફલો/ સ્‍કોડના પો.હેડ.કોન્‍સ. પીયુષભાઇ બોદર તથા પેરોલ ફર્લો ટીમને ભરૂચ ખાતે મોકલવામાં આવેલ અને પેરોલ/ફર્લો ટીમે ટેકનીકલ ચોર્ચીસ તથા બાતમીદાર મારફતે હકિકત મેળવી આરોપી અનીરૂધસિંહ ફતેસીંહ રાજ ઉ.ર૭ રહે. નીકોરા ગામ તા.જી.ભરૂચ વાળાને પોતાના ગામમાંથી પકડી લઇ અત્રે પોરબંદર ખાતે લાવી કોવીડ -૧૯ ટેસ્‍ટ કરાવી રીપોર્ટ નેગેટીવ આવતા ધોરણસર કાર્યવાહી કરી ઉદ્યોગનગર પો.સ્‍ટે. ખાતે સોપવા તજવીન કરેલ છે છેલ્લા ૭ માસથી છેતરપીંડીના ગુન્‍હામાં નાશતા ફરતા આરોપીને ભરૂચ ખાતેથી પકડવામાં પેરોલ/ફર્લોની ટીમને સફળતા મળેલ છે

 સદરહુ કામગીરી પીએસઆઇ શ્રી એચ.સી.ગોહિલ, તથા એ.એસ.આઇ એ.જે.સવનીયા તથા હેડ કોન્‍સ્‍ટેબલ પીયુષભાઇ બોદર, તથા પોલીસ કોન્‍સ. પ્રકાશભાઇ નકુમ, દેવેન્‍દ્રસિંહ ગોહિલ, વજશીભાઇ વરૂ તથા રોહિતભાઇ વસાવા પેરોલ/ફર્લો સ્‍કોડ પોરબંદર તથા પોલીસ કોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છ.ે

(10:32 am IST)