સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th January 2021

મોરબીના જોન્સનગરમાં જુગાર રમતા ૭ શખ્સો ૨.૧૫ લાખની રોકડ સાથે ઝડપાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૫ : જોન્સનગરમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને એ-ડીવીઝન પોલીસે રૃપિયા ૨.૧૫ લાખની મતા સાથે ઝડપી પાડ્યા હતા.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના લાતી પ્લોટમાં આવેલા જોન્સનગરમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે દરોડા પાડતા મોરબીના જોન્શનગરની શેરીનં.૧૧ માં જાહેરમાં રોડ ઉપર જુગાર રમતા હુશેનભાઇ હાજીભાઇ જામ,કિશનભાઇ નારણભાઇ સરવૈયા,દિલાવરભાઇ ઉર્ફે ભીચુ કાસમભાઇ કટીયા, નીજામભાઇ સલીમભાઇ મોવર, નિજામભાઇ જુસબભાઇ કટીયા, રજાકભાઇ અબ્દુલભાઇ વાઘેર, રફીકભાઇ ઓસમાણભાઇ વડાવરીયા ઘાંચીને એ ડિવિઝન પોલીસે રૃ. ૨.૧૫ લાખની રોકડ સાથે ઝડપી પાડી આગળની ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:24 am IST)