સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

જુનાગઢમાં જાહેરમાં ઝઘડો કરતા પોલીસે દોડીને ૧૭ પેટી દારૂ અને કાર સાથે ત્રણ શખ્સો પીધેલા ઝડપાયા

જુનાગઢ તા.૧૫: મજેવડી દરવાજા પાસે અમુક ઇસમો મારા મારી જપાજપી કરે છે તેવી માહિતી મળતા તુરત જ પો.સબ ઇન્સ.શ્રી આર.કે.ગોહિલ તથા પોલીસ સ્ટાફ બનાવવાળી જગ્યાએ પહોંચતા ૮ થી ૧૦ જેટલા માણસો મારામારી કરતા જોવામાં આવતા ત્રણ ઇસમોને પકડી પાડવામાં આવેલ. આ ઇસમોને પાસે રહેલ અલ્ટો કાર ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ જોવામાં આવતા તેમજ આ પકડાયેલ ત્રણેય ઇસમો કેફી પીણુ પીધેલી હાલતમાં હોય જેથી આ ત્રણેય ઇસમો વિરૂધ્ધ જૂનાગઢ શહેર બી ડીવીઝન પો.સ્ટે. પ્રોહીબીશન ધારા હેઠળ કબ્જા તથા પીવાના કેસ મુજબ ગુન્હો રજી.કરાવેલ.

પકડાયેલ આરોપીઃ સમીર હનીફભાઇ બ્લોચ મકરાણી ઉ.વ.૨૩ રહે. નંદનવન મેઇન રોડ, રોનક પાનવાળી ગલી, જોષીપરા, શાહનવાજ ઉર્ફે શાહુ હનીફભાઇ બ્લોચ મકરાણી ઉ.વ.૨૫ રહે.નંદનવન મેઇન રોડ, રોનક પાનવાળી ગલી,

- રાજેશ ઉર્ફે રાજાભાઈ જેઠાભાઈ વાઢેર (ઉ.વ. ૩૫), રહે. જૂનાગઢ, દોલતપરા, ૬૬ કે.વી. અર્જુન પાર્ક સોસાયટી, બ્લોક નં. ૩ પાસેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટી નંગ-૧૭ બોટલ નંગ-૨૦૪ કિં. રૂ. ૮૧,૬૦૦, (૨) અલ્ટો કાર રજી. નં. જીજે ૧૧ બીએચ ૩૯૪૫ કિં. રૂ. ૨,૦૦,૦૦૦ (૩) સુઝુકી કંપનીનું એકસેસ મો.સા. નંબર વગરની જેના એન્જિન નં. એમબી ૨ડીપી૧૧ એઈજી ૮૧૩૨૬૫૫ કિં. રૂ. ૨૫૦૦૦ (૪) મોબાઈલ ફોન નંગ-૨ કિં. રૂ. ૧૫૦૦ મળી કુલ કિં. રૂ. ૩,૦૮,૧૦૦.

આ કામગીરી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર આર.સી. કાનમિયા, પો. સબ ઈન્સ. આર.કે. ગોહિલ, પો. હે. કો. ડી.આર. નંદાણીયા, એસ.એ. બેલીમ, એચ.આઈ. સુમરા, બી.બી. ઓડેદરા, બી.કે. સોનારા, વી.કે. ચાવડા તથા પો. કોન્સ. ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા, જીતેષ મારૂ વિગેરે પોલીસ સ્ટાફે સાથે રહી કરેલ છે.

(1:05 pm IST)