સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

જૂનાગઢ પોલીસે દિવ્યાંગ બાળકો સાથે ઉત્તરાયણ ઉજવી

જૂનાગઢ તા. ૧૫ : આજરોજ મકરસંક્રાંતિ તહેવાર નિમિતે જુનાગઢ પોલીસ દ્વારા જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રોબેશનર ડીવાયએસપી સ્મિત ગોહિલ તથા પ્રોબેશનર ડીવાયએસપી એમ.ડી.બારીયા તથા સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.જી. બડવા, એ.એસ.આઇ.ગોવિંદભાઈ, નારણભાઈ,ઙ્ગ કનકસિંહ, વિગેરે સ્ટાફના માણસો બિલખા રોડ ઉપર વિજાપુર ગામ પાસે આવેલ સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગ બાળકોનું નિવાસસ્થાન કે જયાં કુલ ૫૩ દિવ્યાંગ બાળકો રહે છે, તેઓની સાથે મકરસંક્રાતિની ઉજવણી કરી, તેઓને પતંગ, દોરા તથા મકરસંક્રાતિ નિમિત્ત્।ે તલ મમરાના લાડુ, ચિક્કી, વગેરે નાસ્તો કરાવી અને સાથે નાસ્તો પણ કરી, અનોખી સેવા પૂરી પાડેલ છે.

જુનાગઢ પોલીસ દ્વારા સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમાં વસતા અતિગંભીર દિવ્યાંગ બાળકો સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી, તેઓને જાતે જઙ્ગ પતંગની કની બાંધી આપી અને પતંગ ઉડાડવા સહિતની કામગીરી કરી સહિષ્ણુતા બતાવી અને અતિ દિવ્યાંગ બાળકો પ્રત્યે સહાનુભૂતિનો એહસાસ કરાવી, સંવેદનશીલતાનો અનુભવ કરાવેલ છે.

સાંપ્રત ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે રહેતા દિવ્યાંગ બાળકો તથા સંચાલકો જૂનાગઢ પોલીસની સેવાકીય તથા સવેદનશિલ ભાવનાથી ભાવ વિભોર થઇ ગયેલ હતા. જૂનાગઢ ખાતે નવા આવેલા યુવાન પ્રોબે. ડીવાયએસપી સ્મિત ગોહિલ તથા એમ.ડી.બારીયાને મકરસંક્રાતિના બંદોબસ્ત પેટ્રોલિંગ દરમિયાન દિવ્યાંગોને મકરસંકરાતીની ઉજવણી કરાવવાનો વિચાર આવ્યો અને જૂનાગઢ પોલીસ દ્વારા તેનો અમલ કરી, આજરોજ મકરસંક્રાંતિના બંદોબસ્ત પેટ્રોલિંગ દરમિયાન દિવ્યાંગ બાળકોને તહેવારની ઉજવણી કરાવી, તહેવારને સાર્થક કર્યાની ભાવના વ્યકત કરેલ હતી.

(1:04 pm IST)