સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

પાલીતાણાથી સિધ્ધવડ જતા યાત્રિકોને બસ સુવિધાથી વંચીત...યાત્રિકોને લુટતા રીક્ષાવાળા

પાલીતાણા તા.૧૫ : પાલીતાણાથી આદપુર ગામ છ કીમી થાય છે ત્યા જૈનોનું પવિત્ર સિધ્ધવડ આવેલ છે જયા ૧૫ ડીસે.થી ૧૧૦૦ થી વધુ આરાધકો નવ્વાણુ યાત્રા તેમજ ઉપધાનની આરાધના કરે છે ત્યારે ત્યા ઋષભ રાજયનો વૈભવ નામની આરાધના નગરી ઉભી કરે છે ત્યારે ત્યા જૈન ઉપરાંત જૈનેતર ભારતભરમાંથી જોવા ઉમટી રહ્યા છે. દિવસ દરમિયાન પાલીતાણાથી આદપુર સિધ્ધ્વડની ગણીગાંઠી બસ ચાલે છે તેનુ ભાડુ આશરે ૭ રૂ.પ્રતિ વ્યકિત દીઠ છે. પરંતુ દિવસ દરમિયાન અમુક જ બસના ફેરા હોય જેથી ન છુટકે બહારગામથી આવતા યાત્રાળુને રીક્ષાનો સહારો લેવો પડે છે જયારે રીક્ષાવાળા પ્રતિવ્યકિત દીઠ રૂ. ૪૦ થી ૫૦ લઇ લુંટ ચલાવી રહ્યા છે ત્યારે જે રીતે રીક્ષાવાળા યાત્રિકો જૈન જૈનેતરને લુટી રહ્યા છે તેના ઉપર સરકારનું કયુ ખાતુ એકશન લેશે? તે તરફ લોકોની મીટ છે.

(1:03 pm IST)